તા. ૨૫ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર વદ – ૧૦ બુધવાર
News of Tuesday, 22nd October 2024
ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિના ફેબ્રુઆરીમાં સમુહલગ્નનું આયોજનઃ કાલે પ્રથમ મીટીંગ
પ્રથમ ૧પ દિકરીઓને સોના-ચાંદીની ભેટ અપાશેઃ નરેન્દ્રભાઇ સોલંકી

રાજકોટ : શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્ત, રાજકોટના પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ એમ. સોલંકી (શ્રી નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ) ના પ્રમુખ સ્થાને કડિયા જ્ઞાતિની વિવિધ સંસ્થાઓ, શ્યામવાડી ટ્રસ્ટ, વિદ્યાર્થી મંડળ, સમુહ લગ્ન સમિતિ ના પ્રમુખ રશ્મીનભાઈ કાચા વિગેરે કારોબારી સભ્યો તેમજ સમાજના આગેવાનોની સમુહ લગ્નન માટેની એક મીટીંગ જ્ઞાતિ સમસ્ત રાજકોટના ગાયત્રીનગર મેઈન રોડ ઉપર આવેલ ગોપીનાથ કોમ્પલેક્ષ, રાજકોટ કાર્યાલય ખાતે બુધવારના રોજ સાંજે ૭ કલાકે યોજવામાં આવેલ છે. જેમાં દરેક જ્ઞાતીજનોને ઉપસ્થિત રહેવા માટે જાહેર આમંત્રણ આપવામાં આવે છે. જેમાં આગામી તા. ૧૬-૦૨-૨૦૨૫, રવિવાર ના રોજ યોજવામાં આવનાર ૪૬મો જાજરમાન સમુહ લગ્નોત્સવ ઉજવવા અંગે ચર્ચા વિચારણા કરી અને દિકરીઓને આપવામાં આવતા કરીયાવરની યાદી કરવી, દિકરા-દિકરીઓને ફોર્મની વ્યવસ્થા કરવી. સમુહ લગ્ન સ્થળની વ્યવસ્થા કરવી. જમણવાર માટેની વ્યવસ્થાઓ કરવી, સ્ટેજ વ્યવસ્થા, સુશોભન વ્યવસ્થા વગેરે દરેક કાર્યક્રમોની તેમજ ભંડોળ સમીતીની રચના કરી અને સમુહ લગ્નની તડામાર તૈયારીઓ કરવા માટે ઉપરોકત તારીખે મીટીંગ રાખવામાં આવેલ છે.
આવનારા ૪૬મા સમુહલગ્નોત્સવમાં ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવાય તેના માટે આ વખતે પણ પાર્ટી પ્લોટ ખાતે જમણવાર સાથેનું આયોજન કરવા માટેનું પણ સમગ્ર સમાજ દ્વારા નક્કી કરવામાં આવેલ છે. સમુહ લગ્નમાં ભાગ લેનાર દિકરીઓને પોતાના ઘર સંસાર માટે જરૂરી દરેક વસ્તુઓ કરીયાવરમાં મળી રહે તેના માટેનું આયોજન કરવું તેમજ વિવિધ ભેટોની વણઝાર સમગ્ર સમાજ તેમજ સમાજના દાતાઓ તરફથી આપવા અનુરોધ કરાયો છે.
સમુહ લગ્નમાં જોડાવવા માટેના ફોર્મ જ્ઞાતિના કાર્યાલય માથી મેળવીને તા. ૨૨-૧૦-૨૦૨૪, મંગળવાર થી જ મીટીંગ પત્યા બાદ તુરંત જ આપવાની વ્યવસ્થાઓ કરવામાં આવશે.
ઉપરોકત ફોર્મ સ્વીકારવાની છેલ્લી તા. ૧૬-૧-૨૦૨૫, ગુરૂવાર રાખવામાં આવેલ છે. ત્યાર બાદ કોઈપણનું ફોર્મ સ્વીકારવામાં આવશે નહી જેની સમાજની દરેક વ્યકિતઓએ ખાસ નોંધ લેવી તેમજ પહેલા ૧૫ ફોર્મ ભરી અને પ્રથમ આપનાર ૧ થી ૧૫ વ્યકિતને જ ગયા વર્ષે દાતાઓ દ્વારા થયેલ જાહેરાત મુજબ સોના અને ચાંદીની વસ્તુઓ ભેટ સ્વરૂપ આપવામાં આવશે.
શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્ત, રાજકોટ માં અગાઉ પણ સમુહ લગ્ન સમીતીના પ્રમુખ છગનભાઈ કાચા તેમજ સમાજની સમગ્ર ટીમ દ્વારા ં કરીયાવર અને જમણવાર સાથે સમુહ લગ્નનું આયોજન કરવામાં આવેલ હતુ. હાલમાં શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્તના પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ સોલંકી દ્વારા ખાસ જણાવવામાં આવેલ છે કે રાજકોટ દ્વારા આયોજીત સમુહ લગ્નમાં કડિયા સમાજના દિકરા-દિકરી સમગ્ર ભારત, ગુજરાત કે સૌરાષ્ટ્રના કોઈપણ ગામમાંથી સમુહ લગ્નમાં ભાગ લઈ શકશે. જ્ઞાતિ સમસ્ત દ્વારા કોઈપણ પ્રકારના ભેદભાવ કરવામાં આવતા નથી. હાલારી હોય, કાઠીયાવાડી હોય, જુનાગઢી હોય, ઘેડ પંથક હોય કોઈપણ જગ્યાનો કડીયાના દિકરા-દિકરી તે સર્વે કડિયાજ્ઞાતીના જ છે. તેમ યાદીના અંતમાં જણાવાયું છે.
(4:04 PM IST)










