News of Friday, 13th September 2024
રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખના કાર્યકાળને ૧ વર્ષ પૂર્ણઃજનસંપર્ક સાથે વિકાસ કાર્યો

રાજકોટ તા.૧૩: દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતળત્વમાં દેશમાં અને રાજયના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતળત્વમાં અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા વિકાસ થયો છે. વિવિધ કલ્યાણકારી યોજનાઓને અસરકારક અમલ દ્વારા રાજકોટ જિલ્લાના છેવાડાના માનવી સુધી પહોચાડી રાજકોટ જિલ્લા પંચાયતે ગુજરાતના વિકાસની હરણફાળમાં બહુમુલ્ય યોગદાન આપ્યું છે. ત્યારે રાજકોટ જિલ્લા પંચાયતમાં પ્રવીણાબેન રંગાણીને ભારતીય જનતા પાર્ટીએ સોંપેલ જવાબદારીને એક વર્ષ પૂર્ણ થવાના અવસરે એક વર્ષની વિકાસલક્ષી કામગીરીની ઝાંખી રજુ કરવામાં આવી છે.
રાજકોટ જિલ્લા પંચાયતના ૧૫માં નાણાપંચ(૧૦%) બચત પરની રકમના વ્યાજની આવક માંથી ગ્રીન એનર્જીના ભાગરૂપે જિલ્લાની ૭૫ ગ્રામપંચાયતોમાં સોલાર રૂફટોપ ની કામગીરી પ્રગતી હેઠળ છે. રાજ્ય સરકારની સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજના હેઠળ રાયડી, થાણાગાલોલ, વીરનગર, આણંદપર(નવાગામ), સતાપર, લોધિકા એમ કુલ રાજકોટ જિલ્લાના ૬ ગામ પસંદ કરવામાં આવ્યા.ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણ ક્ષેત્રે શિક્ષણ નું સ્તર સુધારવા ગુણોત્સવ કાર્યક્રમના ભાગરૂપે ૨૯૬ શાળાઓમાં શિક્ષણના સ્તરમાં નોંધપાત્ર વધારો થયો શાળા પ્રવેશોત્સવ દરમિયાન ૧૬૫૫૦ બાળકોને બાલવાટિકા તથા ધોરણ ૧ માં નવા બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે.
વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓના લાભો ગ્રામ્ય વિસ્તારની જનતાના છેવાડાના લોકો સુધી પહોચાડવામાં આવ્યા. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ નેતાગીરીએ જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે સોંપેલ જવાબદારી નું એક વર્ષ પૂર્ણ થતા મારા એક વર્ષના કાર્યકાળ દરમિયાન પ્રભારી મંત્રી,કેબીનેટ મંત્રી,સાંસદઓ,ધારાસભ્યશ્રીઓ,જિલ્લા ભાજપ સંગઠનના તમામ હોદેદારશ્રીઓ તથા જિલ્લા પંચાયતના તમામ પદાધિકારીઓ તથા સદસ્યઓ,જિલ્લા પંચાયતના વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ તથા જિલ્લાનાં મીડિયા તરફથી ખુબ જ સાથ અને સહકાર મળ્યો છે જે બદલ બધાનો હદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું તેમ પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણી જણાવે છે.
(2:46 PM IST)










