News of Tuesday, 10th September 2024
નિકાહ કરી પત્નિને એક વર્ષમાં તરછોડી દેનાર પતિને પાંચ હજાર ભરણપોષણ ચુકવવા હુકમ

રાજકોટ,તા.૧૦: રાજકોટમાં નિકાહના માત્ર એક વર્ષમાં જ પત્નીને તરછોડી દેવાની ફરિયાદમાં ફેમિલી કોર્ટ દ્વારા રૂપિયા ૫૦૦૦ ભરણપોષણ ચૂકવવા પતિને આદેશ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ, રાજકોટમાં હાલ બજરંગવાડી ખાતે રહેતી પરિણીતા રૂકશાનાબહેનના નિકાહ સને ૨૦૨૧ની સાલમાં હાલ પ્રકાશ સોસાયટી, ભગવતી પરા ખાતે રહેતા મયુદીન રસુલભાઈ કુરેશી સાથે થયેલ હતા, ત્યારબાદ ટુંકા ગાળામાં જ પતિ પત્ની વચ્ચે અણબનાવ થતાં અરજીની વિગતે પતી એ પરિણીતાને તરછોડી આપતા અને તેની પાસે આવકનું કોઈ સાધન ન હોઈ રુખશાનાબેને ફેમિલી કોર્ટમાં અરજી કરી અને તેમાં સરકારી ખર્ચે વકીલની માંગ કરતા ફેમિલી કોર્ટ લીગલ પેનલમાંથી વકીલ સમીમબેન એમ. કુરેશી મારફતે પોતાના તા. ૧૦ - ૬ - ૨૨ના રોજ ભરણપોષણની અરજી દાખલ કરી હતી, આ પછી અરજી દલીલ પર આવતાં લીગલ પેનલના વકીલ સમીમબેન એમ. કુરેશીએ પતિને પુરતી આવક હોઈ, પતિ ભરણપોષણ ચુકવવા જવાબદાર બનતો હોવાની રજુઆત કોર્ટમાં કરી હતી. એ રજૂઆતો અને દલીલોથી સહમત થઈ રાજકોટની ફેમિલી કોર્ટે પરિણીતા રુખશાનાબેનને માસીક રૂ. ૫,૦૦૦ ભરણ પોષણના ચુકવવા પતિને આદેશ કર્યો છે. આ રકમ અરજીની દાખલ તારીખથી એટલે કે તા. ૧૦- ૬- ૨૨થી પતિએ ચુકવવાના હુકમ મુજબ પરિણીતા પતિ પાસેથી રૂ. ૧.૩૦ લાખ એરિયર્સ વસુલવા હકકદાર બનેલ છે. અને હવેથી પતિએ દર મહીને ભરણ પોષણની રકમ રૂ. ૫,૦૦૦ પરિણીતાને ચૂકવવાની થઈ છે. આ કેસમાં પરિણીતા વતી ફેમિલી કોર્ટ લીગલ પેનલ એડવોકેટ સમીમબેન એમ. કુરેશી રોકાયા હતા. (૨૨.૨૭)
(2:43 PM IST)










