News of Sunday, 25th August 2024
વિછીયાના પાટીયાળીમાં વાડીમાંથી ઘેટા બહાર કાઢવાનું કહેતાં દેવરાજ રોજાસરા પર બાબુ, જીતેશ, વિરજીનો હુમલોઃ હાથ ભાંગી ગયો

રાજકોટઃ વિછીયાના પાટીયાળી ગામે રહેતાં દેવરાજ ભનાભાઇ રોજાસરા (ઉ.વ.૨૩) પર ગામના જ બાબુ રામજી ઝાપડા, જીતેશ રામજી ઝાપડા અને વિરજી રામજી ઝાપડાને લાકડી, ધોકાથી હુમલો કરી હાથ માંગી નાખતા તેમજ સાહેદ અજય વચ્ચે પડતાં તેને પણ માર મારતાં બંનેને સારવાર લેવી પડી હતી. વિછીયા પોલીસે દેવરાજની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો હતો. દેવરાજના કહેવા મુજબ પોતે અને પરિવારના લોકો વાડીએ ગુવાર ઉતારતા હતાં ત્યારે તેની બાજુની વાડીમાં બાબુ સહિતે પોતાના ઘેટા તરવા મુકી દેતાં તેને ઘેટા બહાર કાઢવાનું કહેવા છતાં બહાર ન કાઢતાં સમજાવવા જતાં બાબુ સહિતે ગાળો ભાંડી હુમલો કર્યો હતો.
(10:54 AM IST)










