તા. ૭ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૮ મંગળવાર
News of Saturday, 24th August 2024
આ કળિયુગમાં જન્મેલા લોકોના મન નિર્મળ કરવા શિવપુરાણથી ઉત્તમ કોઇ વસ્તુ નથી !
શ્રાવણનું શ્રધ્ધાબિંદુ પાણી લોકો પણ શિવપુરાણના પ્રભાવથી શુધ્ધ થાય છે

હે હે સત મહાપ્રાશ સર્વસિધ્ધાંતવિપ્રભો ।ઙ્ગ
આખ્યાહિ મે કથાસારં પુરાણાનાં વિશેષતઃ ।।
શ્રી શૌનક ઉવાચૅં હે મહાજ્ઞાની સુત! તમે મને પુરાણોની કથાઓનો સાર કહો.સકલ ગુણોના ભેદો વડે જેમનુંઙ્ગ રૂપ સ્પષ્ટ થતું નથી,જે પોતાના મહિમા વડે જગતની અંદર તથા બહાર પ્રકાશમય જણાય છે, જે મનની બહાર વાણીરૂપે તથા અંદર મનોવૃત્ત્િ। રૂપે રહેલા છે તે આનંદ સભર શ્રી શિવના હું શરણે જાઉ છું.
મહર્ષિ વ્યાસજીના શિષ્ય સુત પુરાણકથા કહેવામાં પારંગત છે.તેથી મુનિવર્યો તેમની પાસેથી કથા સાંભળે છે.
સુત બોલ્યા : હે મુનિશ્રેષ્ઠ! સિધ્ધાંતોથી સભર, ભકિતની વૃધ્ધિ કરનારુ, કાળરૂપી સર્પનો નાશ કરનારૂ દિવ્ય રસાયણરૂપ ઉત્ત્।મ એવુ શિવપુરાણ છે.આ ઉત્ત્।મ શિવ પુરાણ શિવજીએ પોતે જ કહેલુ છે,આ કળિયુગમાં જન્મેલા મનુષ્યોના મનને નિર્મળ કરવા માટે આ શિવપુરાણથી ઉત્ત્।મ અન્ય કોઈ સાધન નથી.આ પુરાણનું પઠન અને શ્રવણ કરીને માનવીઙ્ગ શિવપદને પામે છે.શિવપુરાણનું એકચિતે કરેલુ શ્રવણ મનોવાંછિત ફળ આપનારૂ છે.પવિત્ર શ્રાવણ માસમાં તો શિવપુરાણનું શ્રવણ અવશ્ય કરવુ જોઈએ. કારણ કે તેની કથા પરમ પવિત્રતા આપનારી છે.
ભગવાન વેદવ્યાસે શિવપુરાણમાં ૨૪૦૦૦ શ્લોકો લખેલા છે,તેમાં સાત સંહિતાઓ છે.શિવપુરાણનો જે માણસ આદરથી પાઠ કરે છે તે જીવનમુકત થાય છે.અંતકાળે જે મનુષ્ય ભકિતપૂર્વક સાંભળે છે,તેને મહેશ્વર મોક્ષગતિ આપે છે.
આ શિવપુરાણ ધર્મ,અર્થ,કામ અને મોક્ષ એ ચારેય પુરુષાર્થ પ્રાપ્ત કરાવનારુ છે, આત્મવેતા માટે નિત્ય સેવવા યોગ્યઙ્ગ છે.
ઙ્ગઙ્ગઙ્ગપાપ કરનારા,દુરાચારી, દુષ્ટ ,કામી અને અવિચારી લોકો પણ શિવપુરાણના પ્રભાવથી શુધ્ધિને પામે છે. આ દિવ્યગ્રંથ બ્રહ્મતુલ્ય હોવાથી ઉત્કૃષ્ટ ગતિ આપનારો છે.
આ પુરાણ શિવજીનું સર્વસ્વ છે,આથી સુખની આશા રાખનારા મનુષ્યોએ આદર પૂર્વક તેને સેવવુ જોઈએ. આ શિવપુરાણ ત્રિવિધ તાપને શમાવનાર,નિરંતર સુખ આપનાર અને સર્વ દેવોને પ્રાણ સમાન પ્રિય છે.
જે ઘરમાં આ શિવપુરાણ વંચાય છે તે ઘર તીર્થરૂપ બને છે.જે આ ગ્રંથનું પૂજનઙ્ગ
કરે છે તેઓ શિવપદના અધિકારી બને છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે, જે ભાવિકો આ દિવ્ય શિવપુરાણ વાંચે છે.શ્રધ્ધા ભકિતપૂર્વક સાંભળે છે તે ભાવિકો શિવપદના અધિકારી બને છે,આ શિવપુરાણ સંસાર રોગનું નિવારણ કરનારુ અને સંસારસાગરને પાર ઉતારનારુ છે.
: આલેખન :
હેમેન ભટ્ટ
રાજકોટ
મો. ૯૪૨૬૯ ૦૭૫૯૯

(3:19 PM IST)










