તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Thursday, 22nd August 2024
GST વિવાદઃ ૭૦ કરોડનો બોજ મનપાની તિજોરી પર લાદવા વિચારણા
તંત્ર વાહકોને કોન્ટ્રાક્ટરો પર આટલો પ્રેમ કેમ? બિલની રકમ વધી, કપાત વધતા કોન્ટ્રાકટરોમાં GSTમાં ૧૨ ટકાની જગ્યાએ ૧૮ ટકા કરવાના નિર્ણયને લઇને ૬%નું સેટલમેન્ટ કરવા માંગઃ શાસકો પર મિટ

રાજકોટ,તા. ૨૨: મહાનગરપાલીકાએ તાજેતરમાં તમામ ઝોનલ કોન્ટ્રાક્ટર ધસી આવ્યા હતા અને જીએસટી કપાત મામલે વિરોધ કરી કરાર રદ કરવાની માંગ કરી હતી. જે શકય ન રહેતા એક સમિતિની રચના કરવામાં આવી હતી. શહેરના અલગ અલગ વોર્ડ મુજબ ઝોનલ કોન્ટ્રાક્ટર નિમ્યા હોય છે જે બાંધકામ, રોડ-રસ્તા, વોટરવર્કસ, ડ્રેનેજ સહિતની અલગ અલગ કામગીરી અલગ અલગ કોન્ટ્રાક્ટર કરતા હોય છે.
આ કોન્ટ્રાક્ટ બે વર્ષની મુદત માટે આપવામાં આવે છે. કોન્ટ્રાક્ટર બિલ બનાવે એટલે મનપા તેમા લાગવા પાત્ર જીએસટી કપાત કરીને ચૂકવણું કરે છે અને કપાતનું બિલ જીએસટી રિટર્ન માટે આપે છે. અત્યાર સુધી બાંધકામ માટે ૧૨ ટકા જીએસટી લાગુ હતું પણ જુલાઈ ૨૦૨૨ માસથી આ દર ૧૮ ટકા થયો છે. બિલમાં ૬ ટકા રકમ ઓછી મળતા કોન્ટ્રાક્ટર્સના દ્વારા કપાતને લઈને અલગ અલગ સ્તરે રજૂઆતો કરાઈ હતી પણ પદાધિકારીઓ કે મ્યુનિસિપલ કમિશનર કોઇએ દાદ દીધી ન હતી. આખરે કોઇ રસ્તો ન નીકળતા કમિશનર પાસે ધસી ગયા હતા અને બધા જ કોન્ટ્રાક્ટ રદ કરી નવેસરથી ટેન્ડરિંગની માંગ કરી હતી.
સામાન્ય રીતે ટેન્ડર એક કે બે ટકાના માર્જિનથી નિર્ણયમાં અસર કરે છે અને જે તે સમયે ૧૨ ટકા કપાત ગણી ટેન્ડર ભર્યા હતા હવે છ ટકા પોષાય નહિ.કમિશનરે કોન્ટ્રાક્ટ રદ કરવો હોય તો બ્લેકલિસ્ટ કરવા પડે તેવી વાત કરતા કોન્ટ્રાક્ટર્સે પદાધિકારીઓ સાથે વાત કરી સમિતિ બનાવવા નિર્ણય લેવાયો હતો.
ઉપરાંત વધારાના ૬ ટકા જીએસટીના સેપ્લમેન્ટ કરવા અંગે અને કોન્ટ્રાકટરો માટેના તંત્રના પ્રેમના કારણે મનપાની તિજોરી ઉપર ૭૦ કરોડ જેટલો બોજો લાદવા પર મન બનાવી લીધાનું આધારભૂત સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. વહીવટી વિભાગ દ્વારા સેપ્લમેન્ટ મુદ્દે અસમંજસ થતા હવે પદાધિકારીઓ તરફ આ મુદ્દો મુકવામાં આવનાર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
જો આ મુદ્દ પદાધિકારીઓ પાસે આવે તો આગામી સ્ટેન્ડીંગમાં પણ ચર્ચા થઇ શકે છે શું થશે તે અંગે આવનાર સમયમાં જ ખબર પડશે
(4:50 PM IST)










