News of Thursday, 8th August 2024
પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની માનહાનીના કેસમાં કોંગ્રેસના ત્રણ આગેવાનો સામે વોરંટ કાઢવા આદેશ
કોંગ્રેસના ચાર આગેવાનો સામે થયેલ ફરિયાદની કાર્યવાહી દરમિયાન પ્લી નોંધવા આરોપીઓ હાજર નહિ થતાં ગાંધીનગર કોર્ટ દ્વારા વોરંટ કાઢવાનો હુકમ : સહારાની જમીનના હેતુફેર મામલે રૂપાણી સામે કોંગી આગેવાનોએ જાહેરમાં બદનક્ષી કરતા રૂપાણી દ્વારા કોર્ટમાં ફરિયાદ થયેલ હતી

વિજયભાઇ રૂપાણી પૂર્વ મુખ્યમંત્રી
અંશ ભારદ્વાજ રૂપાણીના એડવોકેટ
રાજકોટ તા. ૮ : ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા કોંગ્રેસના ચાર આગેવાનો વિરૂધ્ધ કરવામાં આવેલ બદનક્ષીના કેસમાં ત્રણ આરોપીઓ વિરૂધ્ધ વોરંટ કાઢવાનો હુકમ ગાંધીનગરની કોર્ટે કર્યો હતો.
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ સામે સહારાની જમીનમાં હેતુફેર કરવા અંગેના બદનક્ષીકારક આક્ષેપો કરનાર કોંગ્રેસના આગેવાનો કેસના આરોપી નં. (ર) સુખરામભાઇ રાઠવા (૩) શૈલેષભાઇ પરમાર (૪) સી.જે.ચાવડા કોર્ટમાં પ્લી નોંધવા હાજર ન રહેતા કોર્ટે આરોપીઓની સામે વોરંટ કાઢવાનો હુકમ કર્યો હતો.
અલગ અલગ અખબારી અહેવાલોમાં વિરોધ પક્ષના નેતાશ્રીના કાર્યાલયમાંથી પ્રેસનોટ પ્રસારીત કરવામાં આવેલ હતી તેમજ ગાંધીનગર ખાતે કોંગે્રસના કાર્યાલયમાંથી પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવેલ હતી. જેમાં આ કેસના આરોપીઓએ હાલના ફરીયાદી મુખ્યમંત્રી દાયિત્વ સંભાળતા હતા તે દરમ્યાન સહારા કંપનીની જમીનમાં ઝોન ફેર કરીને ફરીયાદી દ્વારા તે સમયે રૂપીયા પ૦૦ કરોડથી વધુ રકમનું નાણાકીય કૌભાંડ આચરાયેલના ખોટા આક્ષેપો સાથે જાહેરાત કરનાર કોગે્રસના આગેવાનો સામે ફરીયાદી દ્વારા ગાંધીનગરની કોર્ટમાં આરોપીઓએ બદનક્ષી આચર્યા અંગેની ફરીયાદ કરેલ હતી. જે ફરીયાદનાં કામે ગાંધીનગરની કોર્ટે ફરીયાદ એડમીટ કરી અને આરોપીઓ સામે સમન્સ ઈશ્યુ કરવાનો અગાઉ હુકમ કરેલ હતો. જે હુકમના આધારે ચારેય આરોપીઓ કોર્ટમાં હાજર રહેલ હતા.
ફરીયાદી વિજયભાઈ દ્વારા ગાંધીનગરની કોર્ટમાં દાખલ કરવામાં આવેલ બદનક્ષીની ફરીયાદની હકીકત એવી હતી કે વર્તમાન પત્રોમાં તથા ઈલેકટ્રોનીક મીડિયામાં વાહીયાત આક્ષેપો કરનાર કોંગ્રેસના રાજકીય નેતાઓએ કોઈપણ આધાર પુરાવા વગર ખોટા આક્ષેપો કરીને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને બદનામ કરવાનું એક ષડયંત્ર કરવામાં આવેલ હતું.
ફરીયાદીએ આરોપીઓ ( ૧ ) અંગત મદદનીશ વિરોધ પક્ષના કાર્યાલય, (ર) સુખરામભાઈ રાઠવા, (૩) શૈલેષભાઈ પરમાર, (૪) સી.જે.ચાવડા આમ કુલ ચાર વ્યકિતઓ વિરૂઘ્ધ બદનક્ષીની ફરીયાદ દાખલ કરતા જણાવેલ હતું કે તેઓ અગાઉ ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી તરીકે તથા ભારતીય જનતા પાર્ટીનાં પ્રમુખ તરીકે ઘણા વર્ષો સેવા આપી ચુકેલ છે તથા હાલ રાજકોટ-૬૯ નાં ધારાસભ્ય તરીકે સેવા આપી રહયા છે. ફરીયાદી ભારતીય જનતા પાર્ટીના રાજકીય અગ્રણી છે.
ફરીયાદીએ વધુમાં જણાવેલ હતું કે તેઓ સમગ્ર ગુજરાત રાજયમાં એક આબરૂદાર, પ્રતિષ્ઠીત વ્યકિત છે અને સમગ્ર રાજયમાં ફરીયાદી એક નિષ્ઠાવાન અને સમાજના પ્રતિષ્ઠિત આગેવાન તરીકે ઓળખાય છે તથા જાહેર જીવનમાં આબરૂદાર છાપ ધરાવે છે. ફરીયાદીએ વધુમાં જણાવેલ હતું કે તેઓ ગુજરાત સરકારમાં મુખ્યમંત્રી તરીકેની ફરજ બજાવતા હતા તે સમય દરમ્યાન તેઓએ કયારેય કોઈ નીયમ અને કાયદા વિરૂઘ્ધનું કાર્ય કરેલ નથી કે આવુ કૃત્ય કોઈ વ્યકિતને કરવા દિધેલ નથી જેથી ફરીયાદી સિઘ્ધાંતવાદી અને નીષ્ઠાવાન વ્યકિત તરીકે સમાજમાં તથા ગુજરાત રાજયના લોકોમાં ખુબ મોટી લોકચાહના ધરાવે છે. વધુમાં જણાવેલ હતું કે ફરીયાદીના અનેક દાયકાઓના જાહેર જીવન દરમ્યાન તેમની વિરૂઘ્ધ આજ સુધી એકપણ આક્ષેપ લાગ્યો નથી અને ગુજરાત તથા સમગ્ર વિશ્વભરમાં રહેતા ગુજરાતીઓ માટે ફરીયાદીએ પોતાનું જીવન સમાજ સેવામા તથા દેશ સેવામાં સમર્પિત કરી, ખુદની એક સ્વચ્છ અને સાફ છબી ઉભી કરેલ છે.
સાથે ફરીયાદીએ પોતાની ફરીયાદમાં જણાવેલ હતું કે તેઓના નિષ્કલંક જાહેર જીવનને હાની પહોંચાડવા આરોપીઓએ (કોંગ્રેસના આગેવાનોએ) એકબીજા સાથે મીલાપીપણું કરી, ગુનાહીત કાવત્રુ રચી ગેરકાયદેસર રીતે દેશ-વિદેશમાં ફરીયાદીએ સમાજમાં વર્ષોથી મેળવેલ આબરૂ તથા પ્રતિષ્ઠાને ઈરાદા પુર્વક નુકશાન પહોચાડવાના ઈરાદે બદનક્ષીકારક કૃત્યો કરેલ છે. જેના હીસાબે રાજકીય ક્ષેત્રે અને સામાજીક ક્ષેત્રે ફરીયાદીની પ્રસ્થાપિત થયેલ પ્રતિષ્ઠા અને આબરૂને નાણામાં ન આંકી શકાય તેટલું નુકશાન થયેલ છે.
ફરીયાદીએ તેઓના વકીલશ્રી મારફત ગાંધીનગરની કોર્ટમાં આરોપીઓ વિરૂઘ્ધ કરેલ બદનક્ષીની ફરીયાદના સમર્થનમાં લાગતા વળગતા સાહેદોના કોર્ટ સમક્ષ તપાસવામાં આવેલ હતા તથા દસ્તાવેજી પુરાવાઓ અને વિવિધ ઉચ્ચ ન્યાયાલયોના તેમજ સર્વોચ્ચ ન્યાયાલયના ચુકાદાઓ રજુ રાખેલ હતા તેમજ બદનક્ષી અંગેની ફરીયાદ અંગે મૌખિક તથા લેખિત દલીલો રજુ કરી આરોપીઓએ જાણી જોઈને ફરીયાદીની આબરૂ પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડવાનો ગંભીર પ્રકારનો ગુનો કરેલ હોય તેવી દલીલો કરેલ હતી. જેને ઘ્યાને લઈ ગાંધીનગર કોર્ટે આરોપીઓ સામે ફોજદારી કેસ દાખલ કરી આઈ.પી.સી.કલમ પ૦૦, ૧૧૪ અન્વયેના ગુનાની ઈન્સાફી કાર્યવાહી ચલાવવા માટે આરોપીઓ સામે સમન્સ ઈશ્યુ કરવાનો અગાઉ હુકમ કરી ફરીયાદ રેકર્ડ પર લીધેલ હતી અને ચારેય આરોપીઓને કોર્ટમાં હાજર રહેવાનો આદેશ કરેલ હતો.
કોર્ટના સમન્સ ઘણા સમયથી ઈસ્યુ થયેલ હોવા છતા આરોપીઓ કોર્ટમાં આવવાનું ટાળી રહ્યા હતા. જે બાદ કોર્ટે આખરી મુદત આપતા હુકમ કરેલ હતો કે જો આરોપીઓ આવતી મુદતે હાજર ન થાય તો તેમની વિરૂઘ્ધ ધરપકડનું વોરંટ કાઢવામાં આવશે. જે અનુસંધાને ઉપરોકત ચારેય આરોપીઓ કોર્ટમા હાજર થયેલ હતા અને આરોપીઓ વિરૂઘ્ધ પ્લી નોંધવા સ્ટેજ હોય આરોપી નં. (૧) અંગત મદદનીશ દ્વારા કોર્ટ સમક્ષ ડિસ્ચાર્જ અરજી દાખલ કરવામાં આવેલ હતી. બંને પક્ષોના વકિલશ્રીઓને વિગતવાર સાંભળ્યા બાદ કોર્ટે આરોપી નં. (૧) અંગત મદદનીશની ડિસ્ચાર્જ અરજી ફગાવી દીધેલ હતી. કોર્ટે ડિસ્ચાર્જ અરજી ઘણા સમય પહેલા નામંજુર કરેલ હોવા છતા ત્રણ આરોપીઓ કોર્ટમાં ઘણા સમયથી હાજર રહેતા ન હોવાથી આરોપી નંબર (ર) સુખરામભાઈ રાઠવા, (૩) શૈલેષભાઈ પરમાર, (૪) સી.જે.ચાવડાના વિરૂઘ્ધ અંતે ધરપકડનું વોરંટ કાઢવાનો હુકમ કરેલ છે.
આ કામમાં ફરીયાદી વિજયભાઈ રૂપાણી તરફે એડવોકેટ દરજ્જે અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટ્સ તરફથી અંશ ભારદ્વાજ, ધીરજ પીપળીયા, ગૌતમ પરમાર, વિજય પટેલ, અમૃતા ભાર્રેાજ, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર, રાકેશ ભટ્ટ, કમલેશ ઉધરેજા, તારક સાવંત, શ્રેયશ શુકલ, જીજ્ઞેશ લાખાણી, ચેતન પુરોહીત તથા ગાંધીનગરના એડવોકેટ અલ્પેશભાઈ ભટ્ટ રોકાયેલ હતા.
(12:11 PM IST)










