તા. ૫ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૫ બુધવાર
News of Tuesday, 6th August 2024
અહિં મેળો યોજાવાનો છેઃ શરૂ થવાને માત્ર ૧૮ દિ' બાકી છે... હજુ સ્ટોલ બાંધકામના કોઇ ઠેકાણા નથીઃ અરે ટેન્ડર પણ કાલે ખૂલશે!!
યાંત્રિક રાઇડોનો ફેંસલો પણ કાલે આવી શકેઃ ૯મીથી વરસાદી સિસ્ટમ આવી રહી છેઃ જે થાય તે ખરૂં!!

રાજકોટઃ નગરજનો ઉપરની તસ્વીર રેસકોર્સ મેદાનની છે, જયાં દર વર્ષે કલેકટર તંત્ર મેળાનું આયોજન કરે છે...આ વખતે પણ કરવાનું છે, પરંતુ તંત્ર હાલ મેળા બાબતે ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યું છે, એટલે મેદાન ખાલીખમ અને ગારો-કાદવ કીચડથી ભરપૂર છે...નહીં તો અહીં સ્ટોલ બંધાવા લાગ્યા હોય, પરંતુ મેદાનની મુલાકાતે જતા આખુ મેદાન ખાલીખમ આજે બપોરે ર વાગ્યે જોવા મળ્યું...રમકડા-ખાણીપીણી કે અન્ય તમામ સ્ટોલ અને વિશાળ જાયન્ટ કે જેનું લાખો લોકોને આકર્ષણ હોય છે, તે ૩૪ મોટી યાંત્રિક રાઇડ સહિત એક પણ સ્ટોલ બાંધકામના કોઇ ઠેકાણા નથી...હજુ મંડપ કોન્ટ્રાકટનું ટેન્ડર બહાર પડયું નથી, સંભવતઃ કાલે ખૂલશે, તેમાં નિયમ મુજબ ૭ દિ' અપાશે, બાદમાં ટેન્ડર ફાઇનલ થશે, અને બાદમાં સ્ટોલનું બાંધકામ શરૂ થશે, કોન્ટ્રાકટર પાસે માત્ર ૧૩ દિ' રહેશે, સ્ટોલ ઉભા થશે કે કેમ તે પ્રશ્ન હાલ ઉભો થયો છે. એટલું જ નહીં હજુ રાઇડ માલીકોનો પ્રશ્ન લટકેલો છે, કલેકટર સાથે સાંજે મીટીંગ છે, તેમાં ઉકેલ આવશે તો કાલે હરરાજીનો ફેંસલો આવી શકે, એટલું જ નહીં બી-કોર્નર, આઇસ્ક્રીમ ચોકઠાનો GST પ્રશ્ન લટકેલો છે, પરીણામે આ સ્ટોલની ગાડી આગળ વધી નથી, તંત્રે લટકેલો છે, પરીણામે આ સ્ટોલની ગાડી આગળ વધી નથી, તંત્રે ‘‘કાલ''ને જીતી લીધો હોય...તેમ કાલ-કાલ કર્યે રાખે છે, કાલે શું થવાનું તે જેનો જન્મ આવી રહ્યો છે, તે કાનુડો જાણે પણ જો તંત્ર યુધ્ધના ધોરણે માણસો નહીં લગાડે, ધડાધડ અને ફટાફટ નિર્ણય નહિં લ્યે તો મેળાનો માંચડો ઉભો કરવો મુશ્કેલ થશે. જો, રાજકોટમાં બેફામ વરસાદ પડે તો રામ જાણે જે થાય તે ખરૂં...!!
(3:28 PM IST)










