તા. ૧ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૧૫ રવિવાર
News of Wednesday, 24th July 2024
લાખાજીરાજ શાકમાર્કેટ બિલ્ડીંગ પાંચ દિવસમાં ખાલી કરાવી સીલ મારી દેવામાં આવશે : રાજકોટ ઠાકોર સાહેબ માંધાતાસિંહજીઍ પણ સ્થળ મુલાકાત લીધી હોવાની ચર્ચા : ૧૦૦થી વધુ દુકાનદારોમાં ભારે ફફડાટ

રાજકોટ,તા.૨૪ : લાખાજીરાજ શાક માર્કેટની અંદર થડો વખાર દુકાનો લીઝથી આપવામાં આવેલ તેમને ભયજનક માર્કેટ હોવાનું ગણાવી ખાલી કરવા માટે સંખ્યાબંધ દુકાનદારોને રાજકોટ કોર્પોરેશન તરફથી નોટિસો મળતા મોટો ખળભળાટ મચી ગયો છે. આ ભવન જર્જરીત હોય અને જાનમાલની નુકસાની થવા સંભવ હોય આ બિલ્ડીંગ તાત્કાલિક ખાલી કરાવવા માટે ઍસ્ટેટ મેનેજરશ્રીની સહીઓથી નોટીસો આપવામાં આવેલ છે. આ અંગે મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ બિલ્ડીંગ માં પ્લીઝ થી ફાળવેલ વખાર, દુકાન, થડા માત્ર પાંચ જ દિવસમાં ખાલી કરી નાખવાની આદેશ અપાયો છે માર્કેટ બિલ્ડીંગ ને સીલ કરી દેવામાં આવશે. દરમિયાન રાજકોટ ઠાકોર સાહેબ શ્રી માંધાતાસિંહજી જાડેજા ઉપરાંત રાજકોટના મ્યુનિસિપલ કમિશનરશ્રીઍ પણ આ સ્થળની જાત મુલાકાત લીધાનું અહીંના દુકાનદારોના વર્તુળોમાં ચર્ચા રહ્નાં છે. જોકે સત્તાવાર સમર્થન મેળવાય રહ્નાં છે.
(3:37 PM IST)










