<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th July 2024

દરેકના જીવનમાં હેપીનેસ અને પોઝીટીવનેસને રિચાર્જ કરતા હિમાનીઝ લાઇફ ચેન્‍જીંગ સેમીનારો ફરી એકવાર યુ.એસ.એ.માં : આપ પણ લાભ લ્‍યો

દરેકના જીવનમાં ખુશી અને પોઝીટીવનેસ - હકારાત્‍મકતાના રીચાર્જની જરૂર છે. જુલાઇથી સપ્‍ટેમ્‍બર સુધી લાઇફ ચેન્‍જીંગ હેપીનેસ સેમીનાર સાથે સુપ્રસિધ્‍ધ લાઇફ કોચ અને મોટીવેશ્‍નલ સ્‍પીકર સુશ્રી હિમાની યુ.એસ.એ.ની લાંબી સફરે હાલમાં છે. તાજેતરમાં જ તેમનો શિકાગો ખાતે ખાસ બીએસસીસી સભ્‍યો માટે સફળ સેમિનાર યોજાઇ ગયો.

યુ.એસ.એ. અને કેનેડાના ૨૦૨૩ના પ્રવાસની ભવ્‍ય સફળતાના પગલે સુશ્રી હિમાની પોતાના લાઇફ ચેન્‍જીંગ હેપીનેસ સેમીનાર સાથે ફરી એક વખત અમેરિકાના પ્રવાસે છે.

પ્રવર્તમાન પરિસ્‍થિતિમાં દરેકને ખુશી - હેપીનેસ અને હકારાત્‍મકતા - પોઝીટીવનેસના રિચાર્જની ખાસ જરૂર છે. હિમાનીજી અમેરિકાના પ્રવાસે છે ત્‍યારે તમારા શહેરમાં સમગ્ર પરિવાર, પરિચિતો, મિત્રો સાથે તેમના પ્રેરણાદાયક વકતવ્‍ય - પ્રવચનો - સેમીનારનું અચૂક આયોજન કરવાનું ચૂકવા જેવું નથી. યુ.એસ.એ.માં રહેતા આપના મિત્રો, સગા, સ્‍નેહીઓ, બીઝનેસ સાથે સંકળાયેલા સહુ કોઇને સુશ્રી હિમાનીના લાઇફ ચેન્‍જીંગ હેપીનેસ સેમીનાર અંગે જરૂર જાણ કરજો.

સુશ્રી હિમાની એક સંદેશમાં કહે છે કે, હું અમેરિકાના લાંબા (જુલાઇ - ઓગસ્‍ટ - સપ્‍ટેમ્‍બર) પ્રવાસ પર છું અને વિભીન્‍ન શહેરોમાં મારા સંખ્‍યાબંધ કાર્યક્રમો છે, તો અમેરિકા ખાતેના તમારા મિત્રો - સગાઓને જરૂરથી જાણ કરજો.

અમારો એક કાર્યક્રમ શિકાગોમાં યોજાઇ ગયો છે. આ ઉપરાંત અમે અમારા બધા કાર્યક્રમોનું શીડયુલ અમારા ફેસબુક, ઇન્‍સ્‍ટાગ્રામ અને વોટ્‍સએપ પેઇજ પર અપડેટ કરતા રહીશું. જેથી કોઇપણ વ્‍યકિત તેમના શહેરમાં કાર્યક્રમ ક્‍યારે છે તે જાણી શકે. આ ઉપરાંત કોઇપણ અમારા કાર્યક્રમનું આયોજન કરવા ઇચ્‍છતા હોય તો +૯૧ ૯૯૨૪૭ ૦૪૦૪૫ ઉપર અમારો સંપર્ક કરે.

વિશેષ વિગતો માટે સુશ્રી હિમાનીનો વોટ્‍સએપ નંબર +૯૧ ૯૯૨૪૭ ૦૪૦૪૫ ઉપર સંપર્ક કરી શકાય છે.

 

(3:01 PM IST)