<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

શહેરની વધુ ૮૬ હોટલ, રેસ્ટોરન્ટ સિલઃ ફાયરની કામગીરી માટે ખોલી શકાશે

હોટલ-રેસ્ટોરન્ટ ઍસો.સામે તંત્ર અડગ


રાજકોટ તા.૧૧ઃ ટીઆરપી અગ્નિકાંડ દૂર્ઘટના બાદ મહાનગરપાલિકાઍ ફાયર ઍનઓસી અને બીયુ સર્ટી મુદ્દે કડક ઝુંબેશ હાથ ધરી કસુરવારો સામે પગલા લઈ ઍકમો સીલ કરવામાં આવ્યા હતાં. ત્યાર બાદ ફક્ત ફાયર ઍનઓસી અને બીયુના કામ માટે સીલ ખોલવાની મંજુરી આપે અને છેલ્લા ઍક માસથી કામગીરી થઈ ગયેલ અચાનક શરૂ કરવામાં આવી છે. છેલ્લા ૩૬ કલાકમાં ફાયર વિભાગ અને ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા નવા રીંગરોડ, રૈયા રોડ, નાના મૌવા, સહિતના વિસ્તારોમાં ૮૬થી વધુ હોટલ, રેસ્ટોરન્ટ સીલ કરતા દેકારો બોલી ગયો છે. ગઇકાલે હોટેલ-રેસ્ટોરન્ટ સંચાલકોઍ ફાયર વિભાગની કામગીરી સામે બંધ રાખી વિરોધ નોîધાવ્યો હતો.
મહાનગરપાલિકા દ્વારા અગ્નિકાંડ બાદ ફાયર ઍનઓસી અને બાંધકામ પરમીશન અંતર્ગત ચેકીંગ હાથ ધરી ફાયરના સાધનો ન હોય તેમજ ફાયર ઍનઓસી રિન્યુ કરેલ ન હોય અને બાંધકામની પરવાનગી લીધેલ ન હોય તે પ્રકારની અત્યાર સુધીમાં ૧૨૭૨ મિલ્કતો સીલ કરી હતી.
છેલ્લા ચાર દિવસથી ફરી વખત તંત્ર દ્વારા બીયુસર્ટી અને ફાયર ઍનઓસી મુદ્દેચેકીંગ કામગીરી શરૂ કરવામાં આવી છે. અને નાનામૌવા, કાલાવડ રોડ, નવો રીંગ રોડ સહિતના મુખ્ય માર્ગો ઉપર આવેલ ૮૬થી વધુ હોટલ રેસ્ટોરન્ટ સહિતના ઍકમો સીલ કરવામાં આવ્યા છે. અને નોટીસ આપી ફાયર સેફ્ટીના કામ તેમજ બીયુ સર્ટી માટે કરવામાં આવતા બાંધકામ માટે સીલ ખોલવા દેવાની મંજુરી આપવામાં આવશે. પરંતુ ઍક પણ ઍકમમાં ધંધો કરવા દેવામાં નહીં આવે તેમ મનપાના સતાવાર સુત્રોઍ જણાવ્યુ હતું.

(4:50 PM IST)