<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th June 2024

ચોમાસામાં વીજ ગ્રાહકો હેરાન ન થવા જોઇએ : એમડી પ્રિતી શર્માની તમામ ઇજનેરોને તાકિદ : દરેક સર્કલની સમીક્ષા

કાયમી તાંત્રિક સુધારણાઓ અંગે પણ સૂચના : દરેક સર્કલને નિયમીત રિવ્‍યુ કરવા આદેશો

રાજકોટ તા. ૨૯ : પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્‍ટર પ્રીતિ શર્મા દ્વારા  સૌરાષ્ટ્ર-કચ્‍છના ૧૨ જિલ્લાઓના અધિક્ષક ઈજનેરોને ચોમાસા દરમિયાન વીજ પુરવઠો જાળવવા માટે ક્‍લોઝ મોનિટરિંગ કરવાની સૂચનાઓ પાઠવેલ તથા વિશેષ મુખ્‍ય ઈજનેરોને આ માટે જિલ્લાઓની ફાળવણી કરેલ, જેમાં દરેક અધિક્ષક ઈજનેરને મેઈનટેનન્‍સ રિવ્‍યુ કરવા ફોલ્‍ટ રેક્‍ટીફિકેશન એક્‍ટિવિટીનું ક્‍લોઝ મોનિટરિંગ કરવા અને દરેક અધિક્ષક ઈજનેરને પોતાના જિલ્લાની સઘન મુલાકાત કરવાની તાકીદ કરવામાં આવી હતી. પીજીવીસીએલના દરેક જિલ્લાના અધિકારીઓને, જિલ્લા પ્રશાસન સાથે સંપર્કમાં રહેવાની સૂચન પણ કરવામાં આવેલ.મટીરિયલ મેનેજમેન્‍ટ બાબતે દરેક અધિક્ષક ઈજનેરે પોતાના સર્કલનો રેગ્‍યુલર રિવ્‍યુ કરવા જણાવેલ અને પૂરતા મટિરિયલની આપૂર્તિ તાપસવાનું જણાવેલ. આ અંગે મુખ્‍ય ઈજનેર મટિરિયલને પણ સૂચના આપવામાં આવેલ તેમજ વીજ પુરવઠો જાળવવા પૂરતા મટીરિયલની વ્‍યવસ્‍થા જાળવવા તાકીદ કરેલ..

આ ઉપરાંત સિસ્‍ટમ ઇમ્‍પ્રુમેન્‍ટ પ્રોજેક્‍ટ્‍સ અને આર.ડી.એસ.એસ. (RDSS) યોજના હેઠળ એમ.વી.સી.સી. (MVCC) કેબલને અગ્રિમતાના ધોરણે ઉપયોગમાં લાવી અને વીજ પુરવઠો જાળવવા સૂચનાઓ પાઠવવામાં આવી. આ ઉપરાંત મેનેજિંગ ડિરેક્‍ટર દ્વારા પોતે તમામ વર્તુળ કચેરીઓની તબક્કાવાર સમીક્ષા બેઠકોનું આયોજન કરેલ જે અનુસંધાને મેનેજિંગ ડિરેક્‍ટર દ્વારા અંજાર અને ભૂજ ખાતે ત્‍યાંનાં વરિષ્ઠ અધિકારીઓ સાથે વિગતે પરિણામલક્ષી ચર્ચાઓ કરી.

ભૂજ વર્તુળ કચેરીના હાલના અધિક્ષક ઈજનેર નિવૃત થતાં હોય તેમજ વહીવટી સુગમતા માટે ભૂજ ખાતે બી.સી. રાઠોડની અધિક્ષક ઈજનેર તરીકે નિયુક્‍તિ કરવામાં આવી. શ્રી રાઠોડ આ પહેલા કાર્યપાલક ઈજનેર તરીકે રાજકોટ ખાતે ફરજ બજાવતા હતા

(2:28 PM IST)