News of Tuesday, 25th June 2024
કટોકટી કાળના ૨૧ મહિનામાં દેશ અનેક રીતે પાછળ જતો રહ્યોઃ ઉદય કાનગડ

રાજકોટ,તા. ૨૫: વિધાનસભા-૬૮, રાજકોટ (પૂર્વ)ના ધારાસભ્ય ઉદય કાનગડએ તા. ૨૫ જૂન કટોકટી દિવસ અંતર્ગત કટોકટી કાળને યાદ કરતા જણાવેલ કે તા. ૨૫ જૂન ૧૯૭૫ના રોજ કોંગ્રેસ દ્વારા દેશભરમાં કટોકટી લાદી લોકશાહીના મૂલ્યોને ખતમ કરવામાં આવ્યા, અખબારો પર સેન્સરશીપ લાદવામાં આવી અને દેશભરમાંથી અને દેશભરમાંથી અનેક કાર્યકર્તાઓને કટોકટી હેઠળ જેલમાં ધકેલવામાં આવ્યા છે.
કેન્દ્રની તત્કાલીન કોંગ્રેસ સરકારના વડાપ્રધાન ઇન્દીરા ગાંધીએ ૨૫ જૂન-૧૯૭૫ની મધરાતે દેશમાં કટોકટી જાહેર કરી અને દેશની તમામ સત્તા પોતાના હાથમાં લઇ લીધી હતી. આ ઘટના ભારતીય રાજનીતિના ઇતિહાસના કાળા અધ્યાય સમાન ગણાય છે.
કટોકટી કાળના ૨૧ મહિનામાં દેશ અનેક રીતે પાછળ જતો રહ્યો ૧૯૭૭માં માર્ચમાં લોકસભા ચૂંટણીમાં લોકઆક્રોશના પરિણામસ્વરૂપે ઇન્દિરા ગાંધીને હારનો સામનો કરવો પડયો અને ૨૧મી માર્ચ, ૧૯૭૭ના રોજ આખરે કટોકટી સમાપ્ત થઇ.
(3:56 PM IST)










