તા. ૨૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧૫ રવિવાર
News of Tuesday, 18th June 2024
વોર્ડ નં.૭માં રૂ.૫.૧૫ કરોડના જુદા જુદા કામો મંજુર

રાજકોટઃ મહાનગરપાલિકાના વોર્ડ નં.૭માં (૧)રૂ.૧૨.૩૭ લાખના ખર્ચે સરદારનગર મે.રોડથી દસ્તુર માર્ગને જોડતો વોકળો પાકો કરવાનુ કામ, (૨)રૂ.૧૨.૧૮ લાખના ખર્ચે સંત તુલસીદાસ શાળા નં.૧૬ માં મધ્યાહન ભોજનનો શેડ બનાવવાનુ કામ અને (૩)રૂ.૪.૯૧ કરોડના ખર્ચે સર્વેશ્વર ચોકથી ડૉ. યાજ્ઞિક રોડને જોડતા હયાત વોંકળો ડાયવર્ટ કરી, નવું બોકસ કલ્વર્ટ બનાવવાનુ કામ આજરોજ સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગમાં મંજુર કરવામાં આવેલ છે. આ કામો મંજુર કરવા બદલ વોર્ડ નં.૭ના કોર્પોરેટર દેવાંગભાઈ માંકડ, નેહલભાઈ શુક્લ, વર્ષાબેન પાંધી અને જયશ્રીબેન ચાવડા દ્વારા સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્ટેન્ડીંગ કમિટીના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરેલ છે
(3:37 PM IST)










