<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th June 2024

રૂડાની નગર રચના યોજના નં. ૭૭ (વાજડીગઢ) અંગે અધિસૂચના જાહેર : સંખ્‍યાબંધ ખાનગી - સરકારી જમીનનો સમાવેશ

૩૦ જૂન સુધીમાં વાંધા - રજૂઆતો રજૂ કરવા સૂચના : વળતર માટે ત્રણ મહિનાનો સમય અપાયો

રાજકોટ તા. ૧૫ : રાજકોટ નગર રચના યોજનાના નગર રચના અધિકારી, નગર નિયોજક-૧ શ્રી એમ.આર. મોણવેલવાલા દ્વારા રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ નગર રચના યોજના નં.૭૭ (વાજડીગઢ)ની અધિસૂચના જાહેર કરવામાં આવી છે.

જે મુજબ, આ યોજનામાં વાજડીગઢ ગામના રેવન્‍યૂ સર્વે નંબર ૮ પૈકી, ૧૧ પૈકી, ૧૨થી ૪૨, ૪૭થી ૬૧, ૬૨ પૈકી, ૬૩થી ૬૬, ૬૭ પૈકી, ૭૭ પૈકી, ૮૦ પૈકી, ૮૧ પૈકી, ૮૨ પૈકી, ૧૨૩ તેમજ ૧૨૪ પૈકી ખાનગી અને સરકારી ખરાબાના સર્વે નંબર પૈકીની જમીનનો સમાવેશ થાય છે.

આ યોજનાના હદ વિસ્‍તારમાં (ચતુર્સીમા)માં ઉત્તરે મોજે ન્‍યારા ગામના અન્‍ય રેવન્‍યૂ સર્વે નંબરો આવેલા છે. દક્ષિણે મોજે વેજા ગામના અન્‍ય રેવન્‍યૂ સર્વે નંબરો આવેલા છે. પૂર્વે ૪૫.૦૦ મી. ડી.પી. રોડ તથા સ્‍માર્ટ સિટી નોડમાં સ્‍થિત પ્રારંભિક નગર રચના યોજના નં.૩૨ (રૈયા) આવેલ છે. પશ્ચિમ

 મોજે વાજડીગઢ ગામના અન્‍ય રેવન્‍યૂ સર્વે નંબરો આવેલા છે.

મુસદ્દારૂપ ન.ર.યો.-૭૭ (વાજડીગઢ)માં કોઈ બાબતમાં હિત ધરાવતી કે અસર પામતી વ્‍યક્‍તિઓને ૩૦મી જૂન સુધીમાં વાંધા-રજૂઆતો લેખિતમાં માલિકીના આધાર-પુરાવા સાથે, નગર રચના યોજના, નગર નિયોજક-૧ સમક્ષ રજૂ કરવાના રહેશે. આ યોજનાના લીધે કોઈ વ્‍યક્‍તિઓને નુકસાનકારક અસર પહોંચી હોય તો વળતર માટે ત્રણ મહિનામાં જરૂર દસ્‍તાવેજો સાથે હક્કદાવા રજૂ કરવા. આ યોજનાની નકલ, નગર રચના અધિકારી, નગર નિયોજક-૧, જૂનું રૂડા બિલ્‍ડિંગ, શારદાબાગ સામે, શ્રોફ રોડ, રાજકોટ, ણૂ રૂડા બિલ્‍ડિંગ, છઠ્ઠો માળ, શ્રી ચીમનભાઈ પટેલ વિકાસ ભવન, જામનગર રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવી છે, જેને કચેરી સમય દરમિયાન જોઈ શકાશે

(4:25 PM IST)