<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th June 2024

ટીઆરપી અગ્નિકાંડના કેસમાં ગેમઝોનના ભાગીદાર અશોકસિંહ જાડેજાના પાંચ દિવસના રીમાન્‍ડ મંજુર

રાજકોટ તા. ૧૫ : પુરા ગુજરાતને હચમચાવી દેનાર અને સ્‍વજનોના હદય દ્રાવક કરૂણ રૂદનથી દેશની જનતાને આંસુ લાવી દેનાર ઘટના કે જેમા છાપાના સમાચારના આધારે ગુજરાત હાઈકોર્ટે રજા ના દિવસે સુઓમોટો રીટ દાખલ કરી બીજે જ દિવસે પોલીસ કમીશ્નર તથા મ્‍યુનીસીપાલ કમીશ્નર સહીત તંત્રોને આડે હાથે લઈ સાડા ચાર કલાક જેનુ હીયરીંગ ચાલેલ હોય તેવી રાજકોટ મુકામે ની ટી.આર.પી. અગ્નીકાંડ ની ઘટનામા ૨૮ ના ભોગ લેનાર ગુનાના કામે પકડાયેલ આરોપી અશોકસિંહ જગદીશસિંહ જાડેજાનાઓને ૭ દિવસ ની રીમાન્‍ડ રીપોર્ટ સાથે અદાલતમા રજુ કરવામા આવતા સ્‍પેશીયલ પી.પી. તથા ભોગ બનનાર પરીવારના વકીલ બાર એશોશીયેશની રજૂઆતો ધ્‍યાને લઈ પાંચ દિવસ ની એટલે કે તા. ૧૮/૦૬/૨૦૨૪ ના બપોરના ૧૨:૦૦ કલાક સુધીના રીમાન્‍ડ મંજુર કરી આરોપીઓને રીમાન્‍ડ ઉપર સોપતો હુકમ રાજકોટ ના જયુડી. મેજી. એ. પી. દવે એ ે ફરમાવેલ છે.

આ કેસની હકીકત જોઈએ તો ટી.આર.પી. ગેમ ઝોનના સંચાલકો આરોપી ધવલ કોર્પોરેશનના પ્રોપરાઈટર (૧) ધવલ ભરતભાઈ ઠકકર તથા રેસ વે એન્‍ટરપ્રાઈઝ ના ભાગીદારો (૨) અશોકસીહ જગદીશસીહ જાડેજા (૩) કીરીટસીહ જગદીશસીહ જાડેજા (૪) પ્રકાશચંદ્ર કનૈયાલાલ હીરણ (૫) યુવરાજસીહ હરીસીહ સોલંકી (૬) રાહુલ લલીતભાઈ રાઠોડ તથા તપાસમા ખુલવા પામે તે તમામ સામે ૫૦ મીટર પહોળુ અને ૬૦ મીટર લાંબુ અને બે થી ત્રણ માળ જેટલુ ઉંચુ લોખંડ તથા પતરાનુ ફેબ્રીકેશનનુ માળખુ ઉભું કરી ગેમ ઝોન બનાવી તેમા આગ લાગવાની ઘટના બને તો પહોચીવળી આગ રોકી મનુષ્‍ય જીવનને બચાવી શકાય તેવા કોઈ અસરકારક ફાયર ના સાધનો રાખ્‍યા વગર કે અગ્નીસમન વિભાગની એન.ઓ.સી. કે પ્રમાણપત્ર મેળવ્‍યા વગર જોખમી જગ્‍યામા ગેમ ઝોન ચલાવી તેમા આગ લાગવાનો બનાવ બને તો ગંભીર ઈજાથી લઈ માનવ મૃત્‍યુ થવાની સતપ્રતિસત સંભાવના હોવાની જાણકારી હોવા છતા ગેમ ઝોન ચાલુ રાખી ૨૭ માનવો ના મૃત્‍યુ નીપજાવી મહાવ્‍યથાઓ સાથે આ ગેમ ઝોન માથી નાશી ભાગી નીકળેલ ન હોય તો તેઓના પણ મૃત્‍યુ સંભવ હતા તેવા જોખમમા નાખી ગુનો કર્યા અન્‍વયે રાજકોટ તાલુકા પોલીસ સ્‍ટેશનના સર્વેલન્‍સ પી.એસ.આઈ. પ્રજ્ઞેશકુમાર ભીખાભાઈ ત્રાજીયાએ ફરીયાદ આપેલ હતી.

ઉપરોક્‍ત ગુનાના કામે ધરપકડ પામેલ આરોપી અશોકસિંહ જાડેજા ૭ દિવસ ના રીમાન્‍ડ રીપોર્ટ સાથે ૬ મુદા રિમાન્‍ડ ના કારણો આગળ ધરી અદાલતમા રીમાન્‍ડ ની માંગણી કરવામા આવેલ જેમા રાજકોટ બાર એશોશીયેશન ધ્‍વારા તથા સ્‍પે.પી.પી. ધ્‍વારા દલીલો કરવામા આવેલ કે આરોપી જમીનના માલીક કમ રેસવે એન્‍ટરપ્રાઈઝ ના ભાગીદાર છે, આરોપીએ પોતે આંધળા અને સાંભળી ન શકતા હોવાનુ કારણ ધરેલ છે પરંતુ અત્‍યાર સુધીના તમામ ડોક્‍યુમેન્‍ટસ મા તેઓની સહીઓ છે, જયારે અદાલતમાં વકીલાતનામુ અંગુઠો લગાવી રજુ કરી અદાલતની સહાનુભુતી મેળવવા પ્રયાસ કરી રહેલ છે.

તદઉપરાંત અમુક સાહેદોના નિવેદનમા ખુલવા પામેલ હકીકતો જેમા ટી.આર.પી. ગેમ ઝોનની જગ્‍યાનો ઈમપેકટ પ્‍લાન મંજુર કરવા માટે ચકાસણી ફી ભર્યા બાદ ઈનવર્ડ થયેલ ન હોય અને બનાવ બાદ અગાઉની તારીખમા ઈનવર્ડ કરવામા આવેલ હોવાન તથા અગાઉ ની તારીખ મા કવેરી લેટર તૈયાર કરી આપવામા આવેલ હોવાનું તથા ઈમ્‍પેકટ ઈનવર્ડ રજીસ્‍ટરમા ચેડા કરવામા આવેલ હોવાનુ અને જાવક રજીસ્‍ટર નવુ બનાવી તેમા કવેરી લેટરના જાવક નંબર બતાવી જુના રજીસ્‍ટરનો નાશ કરી ખોટી માહીતી રજુ કરી બનાવટી બનાવેલ રજીસ્‍ટર કબ્‍જે રાખેલ હોવાનુ ખુલવા પામેલ હોય, તેથી ઈ.પી.કો. કલમ - ૪૬૫, ૪૬૬, ૪૭૧, ૪૭૪, ૧૨૦(બી), ૨૦૧, ૧૧૪ નો ઉમેરો પણ કરવામા આવેલ હોય જેથી માંગણી મુજબની રીમાન્‍ડ મંજુર કરવા રજુઆત કરવામા આવેલ હતી.

તમામ પક્ષેની રજુઆતો, ગુનાની ગંભીરતા જે પ્રકારે બનાવ બનવા પામેલ છે તે બનાવ સબંધે ૨૪ કલાકની કસ્‍ટડી દરમીયાન ની તપાસમા આરોપી ધ્‍વારા સહકાર આપવામા આવેલ ન હોય અસરકારક તપાસ માટે અને સત્‍યતાના મુળ સુધી પહોચવા અને ખરી હકીકતો રેકર્ડપર લાવવા માટે આરોપીઓની શારીરીક હાજરી અનીવાર્ય હોય અને પોલીસ કસ્‍ટડી મંજુર કરવામા આવે તો જ સાચી દિશામા તપાસ થઈ શકશે વિગેરે બાબતો લક્ષે લઈ આરોપીઓના આગામી તા. ૧૮/૦૬/૨૦૨૪ ના બપોરના કલાક ૧૨ સુધીના પાંચ દિવસ ના રીમાન્‍ડ પર સોપતો હુકમ ફરમાવવામા આવેલ છે.

અશોકસિંહે સંભવીત ધરપકડ સામે આગોતરા જામીન અરજી રાજકોટની સેશન્‍સ અદાલતમા કરેલ હતી, જે જામીન અરજી તેઓએ પરત ખેચી લીધેલ છે. ઉપરોકત કામમા ભોગ બનનાર પ્રદિપસીહ ચૌહાણ પરીવાર વતી રાજકોટ બાર એશોશીયેશન વતી ઉપ પ્રમુખ સુરેશ ફળદુ દ્વારા કરાયેલ દલીલમા બાર એશોશીયેશનના પ્રમુખ બકુલભાઈ રાજાણી, સેક્રેટરી પી.સી. વ્‍યાસ, જોઈન્‍ટ સેક્રેટરી જયેન્‍દ્રભાઈ ગોંડલીયા, ટ્રેઝરર આર.ડી.ઝાલા, લાઈબ્રેરી સેક્રેટરી મેહુલભાઈ મહેતા, મહીલા અનામત રેખાબેન લીંબાસીયા તથા કારોબારી સભ્‍યો અજય પીપળીયા, કૌશલ વ્‍યાસ, પીયુષ સખીયા, અજયસીહ ચૌહાણ, રણજીત મકવાણા, હીરલ જોષી, નીકુંજ શુકલ, અમીત વેકરીયા, ભાવેશ રંગાણી તથા સ્‍પે. પી. પી. તષાર ગોકાણી અને એડી. પી.પી. નીતેષ કથીરીયા રોકાયેલ હતા.

(11:29 AM IST)