તા. ૧૭ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 11th June 2024
પુષ્કરધામ રોડ પરના આવાસ યોજના કવાર્ટરમાં આંગણવાડી પાછળથી દારૂ ભરેલી કાર પકડાઇ
વોડકાના ૨૮૧ ‘ચપલા', કાર મળી રૂપિયા ૨.૮૮ લાખનો મુદ્દામાલ કબ્જેઃ મહિપાલસિંહ જાડેજાની ધરપકડ, રિઝવાન ઉર્ફે શાહરૂખ બેલીમની શોધખોળ પીઆઇ સી.એચ. જાદવ, હેડકોન્સ. રઘુવીરસિંહ વાળાની બાતમી

રાજકોટ તા. ૧૧: યુનિવર્સિટી રોડ પુષ્કરધામ મેઇન રોડ પર આવેલા સરકારી આવાસ યોજનાના કવાર્ટરમાં આંગણવાડી પાછળ યુનિવર્સિટી પોલીસે બાતમીના આધારે દરોડો પાડી કારમાંથી રૂ. ર૮,૧૦૦ની કિંમતના વોડકાના ૨૮૧ ‘ચપલા' સાથે કાલાવડના મુરીલા ગામના મહિપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.૨૪)ની ધરપકડ કરી હતી. પુછતાછમાં રાજકોટના રિઝવાન ઉર્ફ શાહરૂખ બેલીમનું નામ ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે. પુષ્કરધામ મેઇન રોડ પર આવેલા સરકારી આવાસ યોજના કવાર્ટરથી પાછળ આંગણવાડી પાસે એક શખ્સ કારમાં વિદેશી દારૂનો જથ્થો લઇને ઉભો હોવાની બાતમી પીઆઇ સી. એચ. જાદવ, હેડકોન્સ. રઘુવીરસિંહ વાળાને મળતાં દરોડો પાડવામાં આવતાં મહિપાલસિંહ કારમાં દારૂના જથ્થા સાથે પકડાઇ ગયેલ. તેની પુછતાછમાં રિઝવાન ઉર્ફ શાહરૂખનું નામ ખુલ્યું હતું. કાર, દારૂ, મોબાઇલ ફોન મળી રૂ. ૨,૮૮,૧૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધિકા ભારાઇની સુચના અંતર્ગત પીઆઇ સી. એચ. જાદવ, એએસઆઇ સમીરભાઇ શેખ, હેડકોન્સ. રઘુવીરસિંહ વાળા, મહેન્દ્રસિંહ ડોડીયા, કોન્સ. ગોપાલસિંહ જાડજા, દિવ્યરાજસિંહ જાડેજા, મૈસુરભાઇ કુંભારવાડીયા, યોગરાજસિંહ ગોહિલ સહિતે આ દરોડો પાડયો હતો.
(5:33 PM IST)










