News of Monday, 27th April 2026
રાજકોટ જિલ્લા પંચાયતની ૩૬ બેઠકો માટે ૫,૬૪,૧૪૮ લોકોએ મત આપ્યોઃ ૫૮.૯૮% મતદાન
પુરુષોનું મતદાન ૬૩.૮૫ ટકા,સ્ત્રીઓનં મતદાન ૫૩.૬૬ ટકાઃ જિલ્લાની ૧૧ તાલુકા પંચાયતોમાં ૬૦.૩૬ ટકા મતદાનઃ પુનરાવર્તન કે પરિવર્તન? કાલે ફેંસલો


રાજકોટ તા.૨૭: સોૈરાષ્ટ્રની અગ્રીમ હરોળની રાજકોટ જીલ્લા પંચાયતની ૩૬ બેઠકો માટે ગઇકાલે ૫૮.૯૮ ટકા મતદાન થયુ છે. કુલ ૯,૫૬,૫૭૫ મતદારોમાંથી ૫,૬૪,૧૪૮ મતદારોએ મત આપ્યો છે. ૧૦૯ બેઠકોનું ભાવિ મત મશીનમાં કેદ થયુ છે. જિલ્લાની ૧૧ તાલુકા પંચાયતોમાં ૬૦.૩૬ ટકા જેટલુ મતદાન નોંધાયુ છે.
સતાવાર વર્તુળોની માહિતી મુજબ રાજકોટ જિલ્લા પંચાયતની ૩૬ બેઠકોની ચૂંટણી માટે સાંજે છ કલાક સુધીમાં ૫૮.૯૮ ટકા મતદાન થયું છે. જેમાં પુરુષ મતદારોનું ૬૩.૮૫ ટકા જ્યારેસ્ત્રી મતદારોનું ૫૩.૬૬ ટકા મતદાન નોંધાયું છે. રાજકોટ જિલ્લાની ૧૧ તાલુકા પંચાયતની બેઠકો માટે ૬૦.૩૬ ટકા મતદાન થયું છે. જેમાં પુરુષ મતદારો દ્વારા ૬૫.૩૩ ટકા જ્યારેસ્ત્રી મતદારો દ્વારા ૫૪.૯૪ ટકા મતદાન થયું છે. ગોંડલ નગરપાલિકાના સાત વોર્ડની ચૂંટણીમાં ૪૮.૫૧ ટકા મતદાન થયું છે. જેમાં પુરુષ મતદારોનું ૫૩.૪૧ ટકા જ્યારેસ્ત્રી મતદારોનું ૪૩.૨૫ ટકા મતદાન નોંધાયું છે.
જિલ્લા પંચાયતમાં મુખ્યત્વે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જંગ છે. છેલ્લા પ વર્ષ ભાજપનું શાસન હતુ. હવે આવતા પ વર્ષ માટે મતદારો પુનરાવર્તન કરે છે કે પરિવર્તન? તે આવતીકાલે મત ગણતરીના દિવસે સ્પષ્ટ થઇ જશે. ૨૦૨૧ના વર્ષમાં ભાજપને ૨૫ અને કોંગ્રેસને ૧૧ બેઠકો મળી હતી. ‘સર' પછી પ્રથમ ચૂંટણી આવીછે. ત્રિપાંખીઓ જંગ કોને ફળે છે અને કોને નડે છે? તે આવતીકાલે ખબર પડી જશે.
રાજકોટ જીલ્લા પંચાયતની ૩૬ બેઠકોનું ફાઇનલ મતદાનઃ બેડલા બેઠક ઉપર સૌથી વધુ ૭પ.૩૧ ટકા મતદાન
તા. ર૬-૦૪-ર૦ર૬ ના રોજ યોજાયેલ સામાન્ય ચૂંટણીની મતદાનની ટકાવારીની વિગત દર્શાવતનું પત્રક
રાજકોટ જિલ્લાની ૧૧ તાલુકા પંચાયતનું ફાઇનલ મતદાન : સૌથી વધુ રાજકોટ તાલુકા-૭ર ટકા

(2:03 PM IST)










