News of Tuesday, 2nd June 2026
કાલાવડ રોડ પરના GJ5 સેન્ડવિચ એન્ડ પિઝામાંથી ર૮ કિલો અખાદ્ય વસ્તુઓનો જથ્થો ઝડપાયો
વિવિધ વિસ્તારમાં આઇસ્ક્રીમ પાર્લરને ત્યાં ફુડ શાખાના દરોડાઃ ૭ નમૂના લેવાયા ચિપ્સ, સેન્ડવિચનો મસાલો, ચટણી વગેરે વાસી, ખરાબ મળી આવેલાઃ રામાપીર ચોકડીથી રૈયાધાર સુધીના ર૧ ધંધાર્થીને ત્યાં ચેકીંગઃ ૬ને લાઇસન્સની સૂચના

રાજકોટ, તા. રઃ શહેરીજનોના જનઆરોગ્ય હિતાર્થે ફ્રુડ શાખા દ્વારા વિવિધ વિસ્તારમાં ખાણીપીણીના ધંધાર્થીને ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવી રહયુ છે. જે અંતર્ગત કાલાવડ રોડ પર આવેલ જીજે-પ સેન્ડવીચ એન્ડ પિઝામા઼થી સોસ, ચટણી, ચિપ્સ, સેન્ડવિચનો મસાલો સહિત કુલ ર૮ કિલો અખાદ્ય ચીજોનો નાશ કરવામાં આવ્યો હતો તેમજ શહેરના અલગ અલગ વિસ્તારમાંથી આઇસ્ક્રીમના ૭ નમૂના લેવામાં આવ્યા છે.
આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ ફુડ શાખા દ્વારા કરવામાં આવેલી કામગીરીની વિગત આ મુજબ છે.
ર૮ કિલો અખાદ્ય જથ્થાનો નાશ
મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન બીટ એન્ડ બાઇટ ફૂડ ઝોન, કટારીયા ચોક પહેલા, કાલાવડ રોડ, રાજકોટ મુકામે આવેલ જીજે-૫ સેન્ડવિચ એન્ડ પિઝા પેઢીની તપાસ કરતા કિચનમાં સંગ્રહ કરેલ સોસ, ચટણી, ફ્રોઝન ફૂડ, પિઝાનું રો-મટિરિયલ, ચિપ્સ, સેન્ડવિચનો મસાલો, વિગેરે એક્સપાયરી ડેટ વીતેલ/વાસી/ખરાબ મળી આવેલ કુલ મળી ૨૮ કિ.ગ્રા. અખાદ્ય જથ્થો સ્થળ પર નાશ કરેલ. તેમજ સદર સ્થળેથી ચીઝ (લૂઝ) નો નમૂનો લેવામાં આવેલ.
ર૦ ધંધાર્થીને ત્યાં ચેકીંગ
ફૂડ વિભાગની ટીમ દ્વારા FSW વાન સાથે શહેરના રામાપીર ચોકડીથી રૈયાધાર બંને બાજુ વિસ્તારમાં આવેલ ખાધ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૨૧ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં નંદની પાણીપુરી, સંતોષી બેકરી, સાગર ડેરીફાર્મ, ઠાકરધણી હોટેલ, ઠાકરધણી દાળ-પકવાન તથા શ્રીનાથજી સોડા સહિત ૬ ને મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી.
મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફટી સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ માવામલાઈ આઇસ્ક્રીમ (લૂઝ), કેસર પિસ્તા આઇસ્ક્રીમ (લૂઝ) મંગળેશ્વર આઇસ્ક્રીમ, ચંદ્રપાર્ક મેઇન રોડ, બિગ બજાર પાસે, ૧૫૦ ફૂટ રિંગ રોડ, ખુશ્બુ ડ્રાય ફૂટ કાર્નિવલ આઇસ્ક્રીમ (જ્ય્બ્પ્ ૧૮૦ પ્ન્ભ્ધ્ઝ): બાલાજી સેલ્સ એજન્સી, યોગી ઇન્ડ. એરિયા, પ્લોટ નં. ૩૮, સર્વે નં. ૩૫/૩૬, માધાપર ચોકડી, જામનગર રોડ, કાજુ અંજીર આઇસ્ક્રીમ (લૂઝ), રોસ્ટેડ આલમન્ડ આઇસ્ક્રીમ (લૂઝ): સાગર સરબતવાલા એન્ડ આઇસ્ક્રીમ, પાણીના ઘોડા પાસે, પેડક રોડ, સેફરોન ગોલ્ડ આઇસ્ક્રીમ (લૂઝ), નવરત્ન આઇસ્ક્રીમ (લૂઝ) અતુલ આઇસ્ક્રીમ પ્રોડક્ટ, નીલકંઠ સિનેમા પાસે, કોઠારીયા મેઇન રોડ સહિત ૭ સ્થળોએથી નમૂના લેવામાં આવ્યા હતા. જે વડોદરા સ્થિત લેબોરેટરીમાં પરિક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા.
(3:22 PM IST)










