તા. ૧૭ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૫ મંગળવાર
News of Monday, 6th July 2026
દારૂ પીધેલા, પીને વાહન હંકારતા, દારૂ સાથે, છરી સાથે ૨૬ને પકડી લેવાયા
કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોલીસે ઠેકઠેકાણે ચેકીંગ કર્યુ

રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા શહેર પોલીસ દ્વારા સમયાંતરે ડ્રાઇવ યોજી દારૂ પીને, દારૂ સાથે નીકળતાં તેમજ હથીયારો લઇને નીકળતાં શખ્સોને પકડી લઇ ગુના નોંધી કાર્યવાહી કરવામાં આવે છે. રવિવારે આવી ખાસ ડ્રાઇવ અંતર્ગત જુદા-જુદા પોલીસ સ્ટેશનો દ્વારા દારૂબંધી ભંગ, દારૂ પી વાહન હંકારવા, હથીયાર લઇને નીકળવુ તે સહિતના ૨૬ ગુના નોંધી આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
દારૂબંધીને લગતાં ૧૧ કેસ નોંધાયા હતા઼ઉ જેમાં માલવીયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે સઘન ચેકિંગ હાથ ધરીને રામવિહાર સોસાયટીમાંથી રમાબેન તુલસીભાઈ આંબાલિયાને ૧૭ લીટર દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લેવાઇ હતી. જ્યારે અન્ય એક દરોડામાં ગોકુલનગર શેરી નં.૧ પાસેથી હિતેશ કિશોરભાઈ પરમારને ભારતીય બનાવટના વિદેશી દારૂની ૮ સીલપેક બોટલો સાથે દબોચી લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ગાંધીગ્રામ-૨ પોલીસ સ્ટેશનની ટીમે રૈયાધાર મફતીયાપરા ચારબાઈમાંના મંદિર પાસેથી વિજયાબેન અરવિંદભાઈ સોલંકીને પોતાના કબ્જામાં ૧૫ લીટર દેશી દારૂ રાખી વેચાણ કરવા નીકળતાં પકડી લેવાઇ હતી.
થોરાલા પોલીસ સ્ટેશનની ટીમે સંતકબીર રોડ ગોકુલ આવાસ સામેથી હર્ષદ ચુનીભાઈ મુલીયાને ઇંગ્લિશ દારૂની ૩ બોટલ સાથે પકડી લેવાયો હતો. આ જ પોલીસ મથક હેઠળ કુબલીયાપરા શેરી નં.૫માંથી રાજુબેન ભીમાભાઈ સોલંકીને ત્યાં દરોડો પાડીને દેશી દારૂ બનાવવાનો ગરમ-ઠંડા આથો, તૈયાર દેશી દારૂ તેમજ સાધનો સહિતનો મુદ્દામાલ જપ્ત કરી મહિલા બુટલેગરને ઝડપી લીધી હતી. તેમજ આજી ડેમ પોલીસે હાઇવે પર વોચ ગોઠવી ગોંડલ ચોકડી પાસેથી મોતિઉર રહેમાન મોસ્તકિમ ખાન નામના શખ્સને કિંગફિશર સ્ટ્રોંગ બીયરના ૫૧ ટીન સાથે હુન્ડાઈ કંપનીની ક્રેટા કાર જીજે૦૩એમઆર-૪૫૩૩માંથી ઝડપી ગુનો નોંધ્યો હતો.
એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખત્રીવાડ ચોક સોની બજારમાંથી પલસ તેલકર સરકાર અને સુખદીપ બાપીભાઇ ભૈયા નામના બે પヘમિ બંગાળના શખ્સોને એઇટ પીએમ વ્હીસ્કીના ત્રણ-ત્રણ ચપલા સાથે પકડી લેવાયા હતાં. જ્યારે કુવાડવા રોડ પોલીસે નવાગામ આણંદપર રંગીલા સોસાયટી પાસેથી અરવિંદ માવજીભાઈ તલાવડીયાને મોટરસાયકલ જીજે૦૩એમજી-૪૯૫૫ દારૂ પીધેલી હાલતમાં હંકારીને નીકળતાં પકડી લેવાયો હતો.
ભક્તિનગર પોલીસ સ્ટેશનની ટીમે પટેલ નગર પાસેથી હિતેશ માધવભાઈ પાટડીયાને સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ જીજે૦૩ઇકે-૦૬૭૬ દારૂ પી હંકારીને નીકળતાં ઝડપી લીધો હતો. આ જ વિસ્તારમાંથી કમલેશ વસંતભાઈ ઉતેરીયાને અને ૮૦ ફૂટ રોડ સોરઠીયાવાડી સર્કલ પાસેથી ભીખુ નારણભાઈ ઉનેવાળને દારૂ પી વાહન ચલાવતા દબોચી લેવાયા હતા. એ ડીવીઝન પોલીસ સ્ટેશનની ટીમે એસ.ટી. બસ સ્ટેન્ડ પાછળ જનકી મોબાઈલ દુકાન પાસેથી મહીપત કુરજીભાઈ ચાવડા અને અનીલ અરજણભાઈ વણોલને નશાની હાલતમાં ઝડપ્યા હતા, જ્યારે ખત્રીવાડ ચોક સોની બજારમાંથી ગણેશ નિમાઇ ડોલાઇને પણ કેફી પ્રવાહી પીધેલી હાલતમાં પકડી પાડવામાં આવ્યા હતા.
આ ઉપરાંત યુનિવર્સિટી પોલીસે રૈયાધાર દશામાના મંદિર પાસેથી જગદિશ કરશનભાઈ પરમારને કાળા કલરના એક્ટિવા પર અને રૈયાધાર મફતીયાપરા વંડા પાસેથી મહેશ મોહનભાઈ વાગડીયાને ઇલેક્ટ્રિક મોપેડ દારૂ પી હંકારતા પકડી લીધા હતા. પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનની ટીમે પરસાણાનગર શેરી નં.૧ પાસેથી રાજેશ જીવરાજભાઈ વાઘેલાને નશો કરેલી હાલતમાં, માલવીયાનગર પોલીસે પંચવટી મેઈન રોડ પરથી કિરણભાઈ ઉર્ફે કાનો રમેશભાઈ ટોયટાને જાહેર રોડ પરથી તેમજ રાજકોટ તાલુકા પોલીસે જડુસ હોટલ પાસે આંબેડકરનગર મેઈન રોડ પરથી સુનિલભાઈ પરીખનભાઈ ઠાકોરને દારૂ પી બાઇક પર નીકળતાં પકડી લેવાયો હતો.
આજી ડેમ પોલીસ સ્ટેશનની ટીમે હુડકો ચોકડી પાસેથી મહેશ ઘોઘાભાઈ મકવાણાને પોતાના કબ્જામાં છરી રાખીને ફરતા ઝડપી પકડી લીધો હતો. આ જ રીતે સરધારગામ ભુપગઢ ચોકડી પાસેથી વાલસિંગ ભાયલાભાઈ દાવર નામના શખ્સને છરી સાથે પકડી લેવાયો હતો. યુનિવર્સિટી પોલીસે રૈયાધાર મચ્છુનગર ટાઉન શીપ પાસે રોડ પરથી નરેશ માનસિંગ તડવીને, તાલુકા પોલીસે વાવડી ગામ ગેઇટ પાસે જાહેર રોડ પરથી પિન્ટુ રાજેન્દ્રભાઈ રજકને છરી સાથે પકડી પાડ્યો હતો. તેમજ કુવાડવા રોડ પોલીસે નવાગામ આણંદપર માંધાતા સોસાયટી પાછળથી સામત જેરામભાઈ અજાડીયાને પેન્ટના નેફામાંથી લોખંડની સ્ટીલના પાનાવાળી છરી સાથે ઝડપી પાડી જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરના પગલાં ભર્યા હતા. આમ શહેરમાં ખાસ ડ્રાઇવ યોજી પોલીસે કાર્યવાહી કરી હતી.
(3:58 PM IST)










