<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th May 2026

ઉનાળામાં શરદી- તાવ- ઉધરસ- ઝાડા- ઉલ્‍ટીના ૧૭૯૩ દર્દી

મનપા દ્વારા ૩૦૩૫૮ ઘરોમાં પોરાનાશક કામગીરી તથા ૨૫૨ રહેણાંકોમાં ફોગીંગ કરાયાનો દાવોઃ મચ્‍છર ઉત્‍પતિ સબબ ૩૦૫ને નોટીસ

રાજકોટ, તા. ૧૧: શહેરમાં ઉનાળા દરમ્‍યાન રોગચાળાનો પગપેસારો વધુ  થવા પામ્‍યો છે. મનપાના આરોગ્‍ય વિભાગમાં આ સપ્‍તાહે શરદી, તાવ, ઝાડા, ઉલ્‍ટીના ૧૭૯૩ થી વધુ દર્દી નોંધાયા છે. મચ્‍છરજન્‍ય રોગ મેલેરીયાનો એક  કેસ નોંધાયો છે. આ અંગે મ્‍યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા.૪થી ૧૦ જાન્‍યુ. સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.

શરદી તાવના ૧૭૯૩થી

વધુ કેસ

શહેરમાં શરદી-ઉધરસના કેસ ૬૪૮ તેમજ સામાન્‍ય તાવના ૭૫૮ અને ઝાડા ઉલ્‍ટીના કેસ ૩૮૪ તથા  ટાઇફોઇડના ૧ અને કમળાના ર સહિત કુલ ૧૭૯૩ થી વધુ દર્દીઓ નોંધાયા હતા. જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૧૫૨૩૨ તેમજ સામાન્‍ય તાવના ૧૩૧૩૧ અને ઝાડા ઉલ્‍ટીના કેસ ૪૬૨૩ તથા ટાઇફોઇડના ૧૦ તેમજ કમળાના ૨ર કેસ નોંધાયા છે.

મચ્‍છર ઉત્‍પતિ

સબબ ૩૦૫ને નોટીસ

રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્‍ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્‍તરે ઘનીષ્‍ટ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૩૦૩૫૮ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા૨૫૨ ઘરોમાં ફોગીંગ કામગીરી કર્યાનો દાવો કર્યો છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્‍ય ૭૦૯ થી વધુ સ્‍થળોએ મચ્‍છર ઉત્‍પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્‍છર ઉત્‍પતિ દેખાતા ૩૦૫લોકોને નોટીસ આપવામાં આવી હતી.

 

(3:07 PM IST)