તા. ૧૫ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૫ શુક્રવાર
News of Wednesday, 27th May 2026
‘અવિરત ૧૨ વર્ષ વિશ્વાસ, વિકાસ અને જન કલ્યાણ': નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારના ૧૨ વર્ષ પૂર્ણઃ વિવિધ કાર્યક્રમો માટે પ્રદેશ ભાજપ કક્ષાએથી વર્ચ્યુઅલ બેઠક

રાજકોટ : દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ‘રાષ્ટ્ર પ્રથમ' ના સંકલ્પ સાથે અવિરત ૧૨ વર્ષથી પ્રધાનમંત્રી તરીકે દેશની જનતાની સેવા કરી રહ્યા છે. તેઓના દુરંદેશી નેતળત્વમાં એનડીએ સરકારની ઐતિહાસિક ઉપલબ્ધિઓથી પરિપૂર્ણ ૧૨ વર્ષ, તા. ૭ જૂન, ૨૦૨૬ ના રોજ પૂર્ણ થઈ રહ્યા છે.
આગામી દિવસોમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજી દેશના સૌથી લાંબા સમય સુધી નિરંતર નિર્વાચિત રહેવાવાળા પ્રધાનમંત્રી બનશે અને જનસેવાના પોતાના સાર્વજનિક જીવનમાં એક વધુ મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરશે.
રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નિતિન નવીનજીના નિર્દેશાનુસાર ‘‘અવિરત ૧૨ વર્ષ વિશ્વાસ, વિકાસ અને જન કલ્યાણના'' પૂર્ણ થવાના અવસર પર તા. ૫ જૂન, થી ૨૧ જૂન, સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
આ કાર્યક્રમો અંતર્ગત રાજકોટ શહેર ભાજપ કમલમ કાર્યાલય ખાતે પ્રદેશ કક્ષાએથી પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજી તેમજ સંગઠન મહામંત્રી રત્નાકરજી સાથે વર્ચ્યુઅલ બેઠક યોજવામાં આવી હતી. જેમાં વિવિધ કાર્યક્રમો અંગે માર્ગદર્શન આપવામાં આવેલ હતું કે, ‘‘અવિરત ૧૨ વર્ષ વિશ્વાસ, વિકાસ અને જન કલ્યાણના'' જેના અનુસંધાને રાજકોટ શહેરના શહેર પ્રભારી મંત્રી, સાંસદ, મહાનગરના પ્રભારી, મહાનગરના પ્રમુખ વિગેરે ઉપસ્થિત રહીને પત્રકાર પરિષદમાં મોદી સરકારની ઉપલબ્ધિની માહિતી આપશે. તેમજ વળક્ષારોપણ અભિયાન, સ્વચ્છતા અભિયાન, પ્રતિષ્ઠિત વ્યકિત સંપર્ક કાર્યક્રમ, પ્રગતિ પથ યાત્રા, વિકસિત ભારત સંકલ્પ સંમેલન, જનકલ્યાણ શિબિર - સેવા સેતુ, મોદી સરકારની ઉપલબ્ધિઓનું -દર્શન, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જેવા કાર્યક્રમો અંગે આયોજન નું માર્ગદર્શન આપવામાં આવેલ હતું.
રાજકોટ શહેર પ્રમુખ ડૉ. માધવ દવે, મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા, યોગેન્દ્રસિંહ જાડેજાની આગેવાનીમાં ‘‘અવિરત ૧૨ વર્ષ વિશ્વાસ, વિકાસ અને જન કલ્યાણના'' મહાનગરના ઈન્ચાર્જ તરીકે શહેર ભાજપ ઉપ્રમુખ મેહુલ નથવાણી, સહઈન્ચાર્જ તરીકે શહેર ભાજપ ઉપ-મુખ ભાર્ગવ મ્યાત્રા, મેઘાબેન વૈષ્ણવ, શહેર ભાજપ મંત્રી ગેલાભાઈ રબારી, તેમજ વળક્ષારોપણ અને જતન (એક પૈંડ માઁ કે નામ)ના ઈન્ચાર્જ તરીકે ઉપપ્રમુખ, શહેર ભાજપ કેતન વાછાણી અને પૂર્વ મંત્રી, શહેર ભાજપ વિજય પાડલીયા, સહઈન્ચાર્જ મંત્રી, શહેર ભાજપ ચાંદનીબેન ગોંડલીયા અને અરૂણાબેન પરમાર, સ્વચ્છતા અભિયાન ના ઈન્ચાર્જ તરીકે ઉપપ્રમુખ, શહેર ભાજપ કૌશિક ચાવડા, સહઈન્ચાર્જ શહેર ઉપપ્રમુખ સોમાભાઈ ભાલીયા, પ્રગતિ પથ યાત્રા ના ઈન્ચાર્જ તરીકે (મહત્વપૂર્ણ વિકાસ સ્થળની મુલાકાત) પૂર્વ ઉપપ્રમુખ, શહેર ભાજપ પુજાબેન પટેલ, સહઈન્ચાર્જ મહિલા મોરચા પ્રમુખ લીનાબેન રાવલ, શહેર મંત્રી અરૂણાબેન પરમાર, વિશેષ જનસંપર્ક અભિયાન ના ઈન્ચાર્જ તરીકે (જીલ્લાના ૫૦૦ પ્રતિષ્ઠીત નાગરીકોનો સંપર્ક) પૂર્વ મંત્રી, શહેર ભાજપ વિજય ટોળીયા અને સહઈન્ચાર્જ તરીકે શહેર મંત્રી સુનિલ ગોહેલ, નિશાબેન રાણપરા તેમજ મહાનગર સ્તરે પત્રકાર પરીષદ ના ઈન્ચાર્જ તરીકે મીડીયા સંયોજક હાર્દિક બોરડ, સહઈન્ચાર્જ તરીકે સોશીયલ મીડીયા સંયોજક શ્યામ ડાભી, વિકસિત ભારત સંકલ્પ સંમેલન (પ્રબુદ્ધ નાગરીક સંમેલન) ના ઈન્ચાર્જ તરીકે પૂર્વ ઉપપ્રમુખ, શહેર ભાજપ પરિમલભાઈ પરડવા, સહઈન્ચાર્જ તરીકે શિક્ષણ સમિતિ સભ્ય મનસુખભાઈ વેકરીયા, મોદી સરકારની સિદ્ધીઓની પ્રદર્શની-૩ દિવસ ના ઈન્ચાર્જ તરીકે યુવા મોરચો, ઈન્ચાર્જ તરીકે પૂર્વ ઉપપ્રમુખ. શહેર ભાજપ પરિમલભાઈ પરડવા, સહઈન્ચાર્જ તરીકે શિક્ષણ સમિતિ સભ્ય મનસુખભાઈ વેકરીયા, મોદી સરકારની સિદ્ધીઓની પ્રદર્શની - ૩ દિવસ ના ઈન્ચાર્જ તરીકે યુવા મોરચો, પ્રમુખ મીલન લીંબાસીયા, સહઈન્ચાર્જ તરીકે બક્ષીપંચ મોરચા પ્રમુખ બાબુભાઈ માટીયા, જનકલ્યાણ શિબિર (સેવા સેતુ કાર્યક્રમ) ના ઈન્ચાર્જ તરીકે પૂર્વ ઉપ્રમુખ, શહેર ભાજપ મહેશભાઈ રાઠોડ, સહઈન્ચાર્જ તરીકે શહેર ભાજપ મંત્રી કિન્નરીબેન ચૌહાણ, પ્રાકળતિક ખેતી કાર્યશાળા (જીલ્લા સ્તરે) ના ઈન્ચાર્જ તરીકે કિશાન મોરચો પ્રમુખ યોગેશ ભુવા, સહઈન્ચાર્જ તરીકે શહેર મંત્રી ધર્મિષ્ઠા બેન વાઘેલા, વિશ્વ યોગ દિવસ ના ઈન્ચાર્જ તરીકે પૂર્વ મહામંત્રી, શહેર ભાજપ કિશોરભાઈ રાઠોડ. સહઈન્ચાર્જ તરીકે વોર્ડ નં. ૧૪ ના પ્રભારી જીજ્ઞેશભાઈ જોષી ની નિમણુંક કરવામાં આવી છે.
આ વર્ચ્યુઅલ બેઠકમાં રાજયસભા સાંસદ રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર પ્રમુખ ડૉ. માધવ દવે, પ્રદેશ યુવા મોરચા મહામંત્રી દેવાંગીબેન મૈયડ,પ્રદેશ યુવા મોરચા મંત્રી જય શાહ, પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, પૂર્વ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, મહામંત્રી લલીતભાઈ વાડોલીયા, યોગેન્દ્રસિંહ જાડેજા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
(2:30 PM IST)










