<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th July 2026

‘લાઠીચાર્જનો આદેશ કોણે આપ્યો, પેલેટ ગનની મંજૂરી કેવી રીતે મળી?’ રાહુલ ગાંધીએ અમિતભારતીય શાહને લખ્યો પત્ર : ઘટનાની ન્યાયિક તપાસની માંગ

વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલા લાઠીચાર્જ અને પેલેટ ગનના ઉપયોગ પર સવાલ, રાહુલ ગાંધીએ ગૃહમંત્રી અમિત શાહને ઘેરીને જવાબ માંગ્યો, ઘાયલોને વળતર આપવાની પણ કરી માંગ

નવી દિલ્હી તા.૨૬ : કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહને પત્ર લખીને તાજેતરમાં થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ કાર્યવાહી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

રાહુલ ગાંધીએ પત્રમાં સ્પષ્ટપણે પૂછ્યું છે કે _"લાઠીચાર્જનો આદેશ કોણે આપ્યો હતો અને પેલેટ ગનનો ઉપયોગ કરવાની મંજૂરી કેવી રીતે આપવામાં આવી?"

તેમણે આરોપ લગાવ્યો કે શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ પર બળનો અતિશય ઉપયોગ કરવામાં આવ્યો. પેલેટ ગનના ઉપયોગથી અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

રાહુલ ગાંધીએ આ સમગ્ર ઘટનાની સ્વતંત્ર અને ન્યાયિક તપાસ કરાવવાની માંગ કરી છે. સાથે જ તેમણે ઘટનામાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક સારવાર અને યોગ્ય વળતર આપવાની પણ માંગ કરી.

તેમણે પત્રમાં લખ્યું કે લોકશાહીમાં શાંતિપૂર્ણ વિરોધ કરવો એ નાગરિકોનો અધિકાર છે. આ અધિકારનું દમન કરવામાં આવે તે સ્વીકાર્ય નથી.

રાહુલ ગાંધીના આ પત્ર બાદ રાજકીય ગરમાવો વધ્યો છે. કોંગ્રેસે આ મુદ્દે દેશવ્યાપી વિરોધની પણ ચીમકી આપી છે. 

હવે ગૃહમંત્રી અમિતભાઈ શાહ આ પત્રનો શું જવાબ આપે છે તેના પર સૌની નજર છે.

(1:40 PM IST)