News of Friday, 4th September 2026
હિમાલયના સફેદ બરફને પ્રદૂષણનો કાળો ડાઘ : કાર્બનના કણોથી બરફ ઝડપથી પીગળવાનો વૈજ્ઞાનિકોનો ચેતવણીભર્યો દાવો
વાહનો-કારખાનાંનો ધુમાડો બરફની ગરમી શોષવાની ક્ષમતા વધારે : ભવિષ્યમાં પૂર-હિમનદી દુર્ઘટનાનું જોખમ વધી શકે

લદાખ : હિમાલયના બરફ ઉપર જમા થતો કાળો કાર્બન સૂર્યની ગરમી વધુ શોષાવી બરફ પીગળવાની પ્રક્રિયા ઝડપી કરી શકે છે.
હિમાલયના વિસ્તારો માટે હવે હવામાન પરિવર્તન સાથે વાયુ પ્રદૂષણ પણ મોટું જોખમ બની રહ્યું છે. વાહનો, કોલસા આધારિત વીજગૃહો, ઈંટભઠ્ઠીઓ અને કારખાનાંમાંથી નીકળતા કાજળ જેવા કાળા કાર્બનના સૂક્ષ્મ કણો પવન સાથે હિમાલય સુધી પહોંચીને બરફ ઉપર જમા થાય છે.
સાફ સફેદ બરફ સૂર્યપ્રકાશનો મોટો હિસ્સો પાછો પરાવર્તિત કરે છે, પરંતુ તેની સપાટી કાળી પડે ત્યારે તે વધુ ગરમી શોષે છે. પરિણામે બરફ અને હિમનદીઓ ઝડપથી પીગળવાની શક્યતા વધે છે.
અભ્યાસો મુજબ દક્ષિણ એશિયામાંથી પહોંચતા કાળા કાર્બનનો હિમાલયની હિમનદીના બરફના નુકસાનમાં નોંધપાત્ર ફાળો હોઈ શકે છે. પીગળેલું પાણી બરફની અંદર માર્ગ બનાવે ત્યારે હિમનદીનું આંતરિક માળખું નબળું પડી શકે છે અને અચાનક તૂટફૂટ અથવા પૂરનું જોખમ વધી શકે છે.
નેપાળની તાજેતરની વિનાશક હોનારત બાદ હિમાલયની સ્થિરતા અંગે ચિંતા વધી છે. નિષ્ણાતો પ્રદૂષણ ઘટાડવા, જોખમી હિમનદી-ઝીલોનું સતત નિરીક્ષણ અને વહેલી ચેતવણી વ્યવસ્થા મજબૂત કરવાની જરૂરિયાત દર્શાવે છે.
(12:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
