News of Friday, 24th July 2026
વાંગચુકે ૨૬ દિવસ બાદ ઉપવાસ છોડ્યા, પણ જંતર-મંતર પર આંદોલન ચાલુ જ રહેશે: ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે ત્યાં સુધી ધરણાં નહીં સમેટાયઃ અભિજીત દીપકેનું એલાન

નવી દિલ્હી, તા. ૨૪ : શિક્ષણ પ્રવેશ પરીક્ષાઓમાં કથિત પેપર લીક અને ગેરરીતિઓ સામે ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલનમાં મહત્વનો વળાંક આવ્યો છે. પર્યાવરણ કાર્યકર સોનમ વાંગચુકે ૨૬ દિવસ બાદ કેન્દ્રીય મંત્રીઓ જગતપ્રકાશ નડ્ડા અને જિતેન્દ્ર સિંહની હાજરીમાં ભૂખ હડતાળ સમાપ્ત કરી છે. વાંગચુકે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં ઉપવાસ છોડ્યો હતો.
જોકે, કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકેએ સ્પષ્ટ કર્યું છે કે વાંગચુકે ઉપવાસ છોડ્યો હોવા છતાં જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે. તેમણે કહ્યું કે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પરીક્ષા વ્યવસ્થાની નિષ્ફળતા અને પેપર લીક મામલે જવાબદારી સ્વીકારી રાજીનામું નહીં આપે ત્યાં સુધી આંદોલન સમાપ્ત કરવામાં આવશે નહીં.
આંદોલનકારીઓ પરીક્ષા કૌભાંડોની નિષ્પક્ષ તપાસ, જવાબદારો સામે કડક કાર્યવાહી, અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને ન્યાય અને પરીક્ષા વ્યવસ્થામાં વ્યાપક સુધારા કરવાની માગ કરી રહ્યા છે. સરકાર સાથે સંવાદ શરૂ થયો હોવા છતાં વિરોધીઓએ નક્કર નિર્ણય ન આવે ત્યાં સુધી લડત ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.
(9:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
