<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th September 2026

મેવાડના રાજમાતા વિજયરાજ કુમારીનું નિધન

કચ્‍છની રાજકુમારીથી મેવાડની રાજમાતા સુધીની સફરનો અંત : લાંબી માંદગી બાદ તેમના નિધનના સમાચારથી મેવાડથી લઈને ગુજરાત સુધી ભારે શોક છવાઈ ગયો છે

ઉદયપુરઃ તા.૧૬: ઉદયપુરના પૂર્વ રાજ પરિવારના રાજમાતા વિજયરાજ કુમારીનું ૮૩ વર્ષની વયે અવસાન થયું છે. લાંબી માંદગી બાદ તેમના નિધનના સમાચારથી મેવાડ સહિત સમગ્ર ગુજરાતમાં શોકનું મોજું ફરી વળ્‍યું છે. તેઓ માત્ર રાજ પરિવારના મુખિયા નહોતા, પરંતુ જનતા માટે સ્‍નેહ અને ત્‍યાગની મૂર્તિ સમાન હતા. સોમવાર ૧૪ સપ્‍ટેમ્‍બર ૨૦૨૬ની મોડી રાત્રે તેમણે અંતિમ શ્વાસ લીધા.

કચ્‍છની રાજકુમારીથી મેવાડની રાજમાતા સુધીની સફરઃ તેમનો જન્‍મ ગુજરાતના પ્રતિષ્ઠિત કચ્‍છ રાજ પરિવારમાં થયો હતો. તેઓ કચ્‍છના મહારાજ ફતેહ સિહના પુત્રી હતા. તેમનું પ્રારંભિક શિક્ષણ ઉટીની પ્રસિદ્ધ સ્‍કૂલમાં થયું હતું. લગ્ન બાદ તેઓ અરવિદ સિહ મેવાડના ધર્મપત્‍ની બન્‍યા અને ઉદયપુર આવ્‍યા. તેમણે મેવાડની સાંસ્‍કૃતિક પરંપરાઓને ખૂબ જ નિષ્ઠાથી અપનાવી હતી.

શિક્ષણ અને મહિલા સશક્‍તિકરણમાં અવિસ્‍મરણીય યોગદાનઃરાજમાતા વિજયરાજ કુમારીએ હંમેશાં શિક્ષણ અને મહિલા ઉત્‍થાન પર વિશેષ ભાર મૂક્‍યો હતો. ૧૯૮૦ના દાયકામાં તેમણે મહારાણા મેવાડ પબ્‍લિક સ્‍કૂલના વિકાસમાં મહત્‍વની ભૂમિકા ભજવી હતી. તેમના માર્ગદર્શન હેઠળ આ સંસ્‍થાએ આધુનિક શિક્ષણ ક્ષેત્રે મોટી સિદ્ધિઓ મેળવી. તેમના દ્વારા કરવામાં આવેલા સેવાકાર્યો હંમેશાં યાદ રહેશે.

શાહી સન્‍માન સાથે અંતિમ વિદાયઃ મંગળવાર ૧૫ સપ્‍ટેમ્‍બર ૨૦૨૬ની સવારે ઉદયપુરના સિટી પેલેસથી તેમની અંતિમયાત્રા નીકળી હતી. શાહી ગાર્ડ અને પરંપરાગત વિધિ-વિધાન સાથે તેમની પાર્થિવ દેહને મેવાડના શાહી સ્‍મશાન સ્‍થળ ‘મહાસતિયાજી' ખાતે લાવવામાં આવી હતી. જ્‍યાં તેમના પાર્થિવ દેહને અગ્નિદાહ આપવામાં આવ્‍યો હતો. મોટી સંખ્‍યામાં લોકો હાજર રહીને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

(9:50 AM IST)