News of Thursday, 24th September 2026
શી જિનપિંગના સ્વાગત માટે વોશિંગ્ટનમાં અમેરિકી સૈનિકો રેડ કાર્પેટ પર ઘૂંટણિયે પડ્યા: ૧૨ સેકન્ડનો વિડીયો વાયરલ
૨૦૨૫ના ભયાનક વેપાર યુદ્ધ અને ઈરાન સંકટ વચ્ચે ચીનના પ્રમુખનું યુએસમાં રાજવી સ્વાગત

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ યુનાઇટેડ સ્ટેટ્સની બે દિવસીય ઐતિહાસિક મુલાકાતે વોશિંગ્ટન પહોંચ્યા છે. વર્ષ ૨૦૨૫માં બંને દેશો વચ્ચે થયેલા ભીષણ વેપાર યુદ્ધ બાદ શી જિનપિંગની આ પ્રથમ યુએસ મુલાકાત છે. જોઈન્ટ બેઝ એન્ડ્રુઝ એરપોર્ટ પર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પે તમામ રાજદ્વારી પ્રોટોકોલ તોડીને વિમાન સુધી રૂબરૂ પહોંચી તેમનું ઉષ્માભર્યું ભવ્ય સ્વાગત કર્યું હતું. જોકે, રાષ્ટ્રપતિના આગમન પહેલાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ૧૨ સેકન્ડના એક વિડીયોએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે, જેમાં યુએસ આર્મીના સૈનિકો રેડ કાર્પેટ પર ઘૂંટણિયે બેસીને સફાઈ કરતા જોવા મળે છે.
વાયરલ થયેલા વિડીયોમાં જોઈન્ટ બેઝ એન્ડ્રુઝ એરપોર્ટ પર ચીનના રાષ્ટ્રપતિના વિમાનના લેન્ડિંગ પહેલાં અંતિમ તૈયારીઓ ચાલી રહી હતી. વિમાનની સીડીઓ નીચે પાથરવામાં આવેલી ૩૦ મીટર લાંબી રેડ કાર્પેટ પરથી કરચલીઓ, કચરો અને ધૂળ દૂર કરવા માટે અમેરિકન સૈનિકો જમીન પર હાથ અને ઘૂંટણ ટેકવીને ખંતપૂર્વક સફાઈ કરી રહ્યા હતા. સુપરપાવર અમેરિકાની સેનાના જવાનોને કોઈ વિદેશી નેતાના આગમન માટે આ રીતે કામ કરતા જોઈને વૈશ્વિક સ્તરે અનેક ચર્ચાઓ જાગી છે. એરપોર્ટ પર ૨૧ જવાનોના ઓનર ગાર્ડ વચ્ચે ટ્રમ્પ અને મેલાનિયાએ શી જિનપિંગ તથા તેમની પત્ની પેંગ લિયુઆન સાથે હાથ મિલાવીને સ્વાગત કર્યું હતું.
આ મુલાકાત દરમિયાન વ્હાઇટ હાઉસના ઓવલ ઓફિસમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગ વચ્ચે હાઈ-સ્ટેક દ્વિપક્ષીય શિખર સંમેલન યોજાશે, જેમાં વેપાર, ટેકનોલોજી અને વૈશ્વિક રાજદ્વારી વિવાદો પર વિગતવાર ચર્ચા થશે. આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે મધ્ય પૂર્વમાં હોર્મુઝ સ્ટ્રેટની નાકાબંધી અને વૈશ્વિક ક્રૂડ ઓઇલના સપ્લાયમાં વિક્ષેપને કારણે આર્થિક સંકટ ઘેરૂ બન્યું છે. શિખર સંમેલન બાદ વ્હાઇટ હાઉસ ખાતે શી જિનપિંગના સન્માનમાં સ્ટેટ ડિનર (રાજકીય ભોજન સમારંભ)નું આયોજન કરવામાં આવ્યું છે, અને તેઓ ૨૫ સપ્ટેમ્બરે પોતાની અમેરિકા યાત્રા પૂર્ણ કરશે.
(6:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
