News of Wednesday, 15th July 2026
ઇરાનમાં યુએસના ભીષણ મિસાઈલ હુમલાથી સનસનાટીઃ ૭ જવાનોના મોત
દક્ષિણપૂર્વ ઈરાનના બાનપુર લશ્કરી મથક પર અમેરિકાએ એકસાથે ૧૩ ઘાતક મિસાઈલો છોડીને બેરેક અને ગેસ્ટ હાઉસને હચમચાવ્યું: ઈરાની સેનાએ આ સૈન્ય કાર્યવાહીને કાયરતાપૂર્ણ ગણાવીને ખુલ્લી ધમકી આપી

નવી દિલ્હી, તા.૧૫: મધ્ય પૂર્વમાં ચાલી રહેલો તણાવ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. દક્ષિણપૂર્વ ઈરાનમાં આવેલા બાનપુર (ઈરાનશહર) ના એક વ્યૂહાત્મક લશ્કરી થાણા પર તાજેતરમાં યુએસ (યુનાઈટેડ સ્ટેટ્સ) દ્વારા કરવામાં આવેલા ભીષણ હવાઈ હુમલામાં ઈરાની સેનાના સાત સૈનિકો કરુણ મોતને ભેટયા છે. આ અચાનક થયેલા સૈન્ય હુમલાથી સમગ્ર ક્ષેત્રમાં યુદ્ધના નગારા વાગવા લાગ્યા છે અને વૈશ્વિક સ્તરે પણ ચિંતાના વાદળો ઘેરાયા છે.
(3:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
