તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Sunday, 28th June 2026
અમેરિકા દ્વારા તુર્કીને એફ-૩૫ લડાકુ વિમાનો અને આધુનિક એન્જિન આપવાની વિચારણા વચ્ચે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની લાલ આંખ
તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગાનની ધમકીઓને ઇઝરાયેલ ખૂબ ગંભીરતાથી લે છે અને આ મુદ્દો અમેરિકા સમક્ષ ઉઠાવવામાં આવશે: નેતન્યાહુ

અમેરિકા દ્વારા તુર્કીને એફ-૩૫ વિમાન આપવાના અહેવાલોથી ઇઝરાયેલ ચિંતિત છે. બેન્જામિન નેતન્યાહુએ એર્દોગાનના નિવેદનો અંગે અમેરિકા સાથે વાત કરવાની જાહેરાત કરી છે.
અમેરિકા દ્વારા તુર્કીને એફ-૩૫ લડાકુ વિમાનો અને અત્યાધુનિક જેટ એન્જિન પૂરા પાડવાની વિચારણા ચાલી રહી હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ મુદ્દે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ તીવ્ર પ્રતિક્રિયા આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે ઇઝરાયેલ તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયબ એર્દોગાન દ્વારા ઇઝરાયેલ વિરુદ્ધ કરવામાં આવતી વારંવારની નિવેદનબાજી અને ધમકીઓને ખૂબ જ ગંભીરતાથી લે છે.
નેતન્યાહુએ જણાવ્યું હતું કે તેઓ આ સમગ્ર મામલો અમેરિકા સમક્ષ ઉઠાવશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે જ્યારે કોઈ વ્યક્તિ એમ કહે કે તે તમને નષ્ટ કરવા માંગે છે, ત્યારે તેમની વાત પર હંમેશા વિશ્વાસ કરવો જોઈએ.
(11:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
