<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

એપ્રિલમાં પડેલી કમોસમી બરફવર્ષાએ ગુજ્જર અને બકરવાલ આદિવાસી સમુદાયની મુશ્કેલીઓ વધારી, ઐતિહાસિક હિજરત બની જોખમી: સદીઓ જૂની પરંપરા મુજબ, જમ્મુના મેદાની વિસ્તારોમાંથી પોતાના હજારો પશુઓ સાથે ડોડા અને કિશ્તવાડ જિલ્લાના ઊંચાઈવાળા ચરાગાહો તરફ જઈ રહેલા સેંકડો પરિવારો ખરાબ હવામાનમાં ફસાયા છે: માઇનસ તાપમાનમાં પશુઓના મોત, અન્ન-જળ વિના ફસાયા લોકો છતાં સરકાર તરફથી કોઈ સહાય નહીં

શ્રીનગર: ચિનાબ વિસ્તારના ઉપરવાસમાં એપ્રિલ મહિનામાં થયેલી અભૂતપૂર્વ બરફવર્ષાને કારણે ગુજ્જર અને બકરવાલ આદિવાસી સમુદાયોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સદીઓ જૂની પરંપરા મુજબ, જમ્મુના મેદાની વિસ્તારોમાંથી પોતાના હજારો પશુઓ સાથે ડોડા અને કિશ્તવાડ જિલ્લાના ઊંચાઈવાળા ચરાગાહો તરફ જઈ રહેલા સેંકડો પરિવારો ખરાબ હવામાનમાં ફસાયા છે. ખાસ કરીને ચટરગલ્લા પાસ પાર કરતી વખતે અણધારી બરફવર્ષા, ભારે વરસાદ અને હિમસ્ખલનના કારણે યાત્રા જોખમી બની ગઈ છે.

 

બસોહલીના ૮૫ વર્ષીય અબ્દુલ મજીદ અને કઠુઆના ૬૩ વર્ષીય નિશાતા બેગમે તેમની આપવીતી જણાવતા કહ્યું કે, ખરાબ હવામાન અને બરફના તોફાનમાં તેમણે તેમના અનેક યુવાન પશુઓ ગુમાવ્યા છે. તેઓ સતત ત્રણ દિવસ સુધી ભોજન વિના અટવાયા હતા. આટલું મોટું નુકસાન અને જીવલેણ પડકારો હોવા છતાં સરકાર તરફથી કોઈ જ સહાય મળતી નથી. 

 

પહેલા હિજરત ખુશીનો અવસર હતો, તે હવે પશુઓના મોત અને સ્થાનિકોના અસહકારને કારણે શોકનો સમય બની ગયો છે, છતાં પૂર્વજોના આ વ્યવસાયને વળગી રહેવા તેઓ મજબૂર છે.

 

(9:56 AM IST)