News of Saturday, 21st November 2026
દેશમાં UGCએ જાહેર કરી ૩૨ યુનિવર્સિટી ફેક
દિલ્હી, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, પશ્ચિમ બંગાળ સહિતના અનેક વિસ્તારોમાં કાર્યરત સંસ્થાઓનો સમાવેશ

નવી દિલ્હી,તા.૨૧: યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)એ એવી સંસ્થાઓમાં પ્રવેશ લેવા અંગે વિદ્યાર્થીઓ, માતા-પિતા અને વાલીઓને નવી ચેતવણી આપી છે, જેને માન્ય ડિગ્રી આપવાનો કાયદેસર અધિકાર નથી. ઉચ્ચ શિક્ષણ નિયામક સંસ્થાએ વિદ્યાર્થીઓને કોઈ પણ સંસ્થામાં પ્રવેશ મેળવવા અથવા એડમિશન ફી ભરતાં પહેલાં તેની માન્યતા અને કાયદેસરની મંજૂરીઓની ખાતરી કરવા અપીલ કરી છે. UGC દ્વારા પ્રકાશિત નકલી યુનિવર્સિટીઓની યાદી અનુસાર, ૧૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આવેલી ૩૨ સંસ્થાઓની ઓળખ કરવામાં આવી છે. આ યાદીમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, પヘમિ બંગાળ સહિતના અનેક વિસ્તારોમાં કાર્યરત સંસ્થાઓનો સમાવેશ થાય છે.
૧૭ નવેમ્બર, ૨૦૨૬એ જાહેર કરવામાં આવેલી એક સૂચનામાં ઉચ્ચ શિક્ષણ નિયામકે વિદ્યાર્થીઓ અને વાલીઓને સંસ્થાની પસંદગી કરતી વખતે સાવચેતી રાખવા જણાવ્યું છે. આ સૂચના ૯ ઓક્ટોબર, ૨૦૨૬ના સુપ્રીમ કોર્ટના આદેશના પાલનમાં જાહેર કરવામાં આવી છે. યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે આ ચેતવણી અત્યંત મહત્ત્વની છે, કારણ કે બિનમાન્ય સંસ્થામાં પ્રવેશ લેવાથી તેમની શૈક્ષણિક લાયકાત અને નાણાં બંને જોખમમાં મુકાઈ શકે છે.
UGCની સત્તાવાર વેબસાઇટ પર ‘List of Fake Universities' નામનો અલગ વિભાગ છે, જેમાં ૩૨ સંસ્થાઓની નોંધ છે અને આ યાદી ફેબ્રુઆરી ૨૦૨૬ સુધી અપડેટ થયેલી દર્શાવવામાં આવી છે. નિયામક દ્વારા જાહેર કરવામાં આવેલી રાજ્યવાર સંપૂર્ણ યાદી નીચે મુજબ છે.
આંધ્રપ્રદેશઃ ક્રાઇસ્ટ ન્યુ ટેસ્ટામેન્ટ ડીમ્ડ યુનિવર્સિટી; બાઇબલ ઓપન યુનિવર્સિટી ઓફ ઇન્ડિયા.
દિલ્હીઃ માઉન્ટેન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ ટેક્રોલોજી; વર્લ્ડ પીસ ઓફ યુનાઇટેડ નેશન્સ યુનિવર્સિટી; ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ એન્જાિનિયરિગ; નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સોલ્યુશન; ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એન્ડ ફિઝિકલ હેલ્થ સાયન્સિસ; કોમર્શિયલ યુનિવર્સિટી લિમિટેડ; યુનાઇટેડ નેશન્સ યુનિવર્સિટી; વોકેશનલ યુનિવર્સિટી; એડીઆર-સેન્ટ્રિક જ્યુરિડિકલ યુનિવર્સિટી; ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ એન્જિનિયરિૅગ; વિશ્વકર્મા ઓપન યુનિવર્સિટી ફોર સેલ્ફ-એમ્પ્લોયમેન્ટ; આધ્યાત્મિક યુનિવર્સિટી.
હરિયાણાઃ મેજિક એન્ડ આર્ટ યુનિવર્સિટી.
ઝારખંડઃ દક્ષા યુનિવર્સિટી.
કર્ણાટકઃ ગ્લોબલ હ્યુમન પીસ યુનિવર્સિટી; સર્વ ભારતીય શિક્ષા પીઠ.
કેરળઃ ઇન્ટરનેશનલ ઇસ્લામિક યુનિવર્સિટી ઓફ પ્રોફેટિક મેડિસિન; સેન્ટ જોન્સ યુનિવર્સિટી.
મહારાષ્ટ્રઃ રાજા અરેબિક યુનિવર્સિટી; નેશનલ બેકવર્ડ કૃષિ વિદ્યાપીઠ.
પુડુચેરીઃ ઉષા લછુમનન કોલેજ ઓફ એજ્યુકેશન; શ્રી બોધિ એકેડમી ઓફ હાયર એજ્યુકેશન.
રાજસ્થાનઃ રાજીવ ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્રોલોજી એન્ડ મેનેજમેન્ટ.
ઉત્તર પ્રદેશઃ ગાંધી હિન્દી વિદ્યાપીઠ; નેતાજી સુભાષચંદ્ર બોઝ યુનિવર્સિટી; ભારતીય શિક્ષા પરિષદ; મહામાયા ટેક્રિકલ યુનિવર્સિટી.
પヘમિ બંગાળઃ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ અલ્ટરનેટિવ મેડિસિન; ઇન્સ્ટિટ્યૂટ ઓફ અલ્ટરનેટિવ મેડિસિન એન્ડ રિસર્ચ.
અરુણાચલ પ્રદેશઃ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ અલ્ટરનેટિવ મેડિસિન.
(4:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
