<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th September 2026

બે વરિષ્ઠ સનદી અધિકારીઓ મહિના અંતે નિવૃત્તિ તરફઃ અંશુલી આર્યાનો ઉત્તરાધિકારી અગાઉથી વિશેષ ફરજ ઉપર નિયુક્ત કરાયો

પર્યાવરણ સચિવ તન્મયકુમાર અંગે બદલાવની ચર્ચાઃ સત્તાવાર નિયુક્તિ જાહેર થાય ત્યાં સુધી નવા નામ અંગે અટકળો જ રહેશે

નવી દિલ્હી: ગૃહ મંત્રાલયના રાજભાષા વિભાગનાં સચિવ અંશુલી આર્યા ત્રીસ સપ્ટેમ્બરે નિવૃત્ત થવાના વહીવટી સંકેતો છે.

બિહાર કેડરના વર્ષ ૧૯૮૯ બેચના અંશુલી આર્યાના ઉત્તરાધિકારી તરીકે મધ્યપ્રદેશ કેડરના વી. એલ. કાંતા રાવને રાજભાષા વિભાગમાં વિશેષ ફરજ અધિકારી તરીકે મૂકવામાં આવ્યા છે. આર્યાની નિવૃત્તિ બાદ તેઓ જવાબદારી સંભાળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

રાજસ્થાન કેડરના વર્ષ ૧૯૯૩ બેચના તન્મયકુમાર હાલમાં પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયના સચિવ છે. તેઓ પણ મહિના અંતે નિવૃત્ત થવાના અહેવાલ પ્રસરી રહ્યા છે, પરંતુ તેમના ઉત્તરાધિકારી અંગે સત્તાવાર આદેશ ઉપલબ્ધ નથી. નવી નિમણૂક અથવા કાર્યકાળ લંબાવવાનો નિર્ણય મંત્રિમંડળની નિમણૂક સમિતિના જાહેર આદેશ બાદ જ અંતિમ ગણાશે

(10:37 PM IST)