News of Monday, 16th November 2026
ચીનમાં ટ્રમ્પ, પુતિન અને શી જિનપિંગ વચ્ચે મહામંત્રણા: રશિયા-યુક્રેન યુદ્ધથી લઈને પરમાણુ શસ્ત્રો અને ઈરાન સુધીના વિશ્વના જટિલ પ્રશ્નો અંગે ચીનમાં ટ્રમ્પ, પુતિન અને શી જિનપિંગ વચ્ચે બેઠક : ત્રણ મહાસત્તાઓની મંત્રણાથી વૈશ્વિક રાજકારણમાં નવા સમીકરણોની શક્યતા
ગુરુવાર, ૧૯ નવેમ્બરે ત્રણ દેશોના નેતાઓની બેઠકનું આયોજન : યુક્રેન યુદ્ધ અંગે ટ્રમ્પ ચર્ચા કરવા ઇચ્છુક : ઈરાન તથા પરમાણુ શસ્ત્ર નિયંત્રણ પણ એજન્ડામાં

વોશિંગ્ટન : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી ગુરુવાર, ૧૯ નવેમ્બરે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે એક મહત્વપૂર્ણ ત્રિપક્ષીય બેઠક કરવાના છે. ચીનના શેનઝેન શહેરમાં યોજાનારા એપેક સંમેલનની સાથે આ બેઠકનું આયોજન થયું છે.
ટ્રમ્પે જણાવ્યું છે કે તેમની ચર્ચામાં રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ સહિત અનેક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય પ્રશ્નો આવી શકે છે. આ ઉપરાંત પરમાણુ શસ્ત્રોના નિયંત્રણ, ઈરાનના યુદ્ધ તથા મહાસત્તાઓ વચ્ચેના સંબંધો અંગે પણ ચર્ચાની શક્યતા છે.
અમેરિકાના અધિકારીઓએ અગાઉ સંકેત આપ્યો હતો કે બેઠકમાં પરમાણુ શસ્ત્ર નિયંત્રણ અને ઈરાનનો મુદ્દો મુખ્ય રહેશે. યુક્રેન અંગે ચર્ચા થશે કે નહીં તે બાબતે વહીવટીતંત્રના અગાઉના સંકેતો અને ટ્રમ્પના તાજેતરના નિવેદન વચ્ચે તફાવત જોવા મળ્યો છે.
આ બેઠકને આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે અમેરિકા, ચીન અને રશિયા વચ્ચે અનેક વ્યૂહાત્મક મતભેદો છે. યુક્રેનમાં યુદ્ધવિરામ, પરમાણુ હથિયારો ઉપર નિયંત્રણ અને વૈશ્વિક સુરક્ષાને લગતા પ્રશ્નોમાં કોઈ સહમતી સર્જાય છે કે નહીં તે હવે જોવાનું રહેશે.
(11:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
