News of Thursday, 18th June 2026
કાશ્મીરના ગુલમર્ગમાં ગંડોલા સવારી માટે પ્રવાસીઓનો ઈંતજાર લંબાયો: તપાસ કમિટીનો ફાઈનલ રિપોર્ટ આવ્યા બાદ જ કેબલ કાર ફરીથી શરૂ થશે

જમ્મુ: કાશ્મીરના ગુલમર્ગમાં પ્રખ્યાત ગંડોલા (કેબલ કાર) ની સવારી કરવા ઈચ્છતા પ્રવાસીઓએ હજુ લાંબો સમય રાહ જોવી પડશે. ગયા મહિને સર્જાયેલી ટેકનિકલ ખામીને કારણે ૩૦૦ થી વધુ લોકો હવામાં ફસાઈ ગયા હતા, જેમને ભારે જહેમત બાદ સુરક્ષિત બચાવાયા હતા. આ ગંભીર ઘટના બાદ સરકારે તપાસ કમિટી રચી છે.
કેબલ કાર કોર્પોરેશનના અધિકારીઓના જણાવ્યા મુજબ, ફ્રાન્સના એન્જિનિયરો દ્વારા રિપેરિંગ અને ટેકનિકલ ચેકિંગનું કામ પૂરું થઈ ગયું છે તેમજ ટ્રાયલ રન પણ સફળ રહ્યો છે.
જોકે, સરકારે સ્પષ્ટ કર્યું છે કે ભવિષ્યમાં આવી દુર્ઘટના ન સર્જાય તે માટે જ્યાં સુધી તપાસ કમિટી પોતાનો ફાઈનલ રિપોર્ટ નહીં સોંપે ત્યાં સુધી એશિયાની આ સૌથી ઊંચી કેબલ કાર સેવા માટે પ્રવાસીઓએ પ્રતીક્ષા જ કરવી પડશે.
(2:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
