<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th July 2026

દિલ્હીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, ખરાબ હવામાનને કારણે 15 ફ્લાઈટ્સ ડાયવર્ટ કરી દેવાઈ

દિલ્હીમાં વિઝિબિલિટી ઓછી થવાને કારણે અને ખરાબ હવામાનના લીધે 15 જેટલી ફ્લાઇટ્સને દિલ્હીમાં લેન્ડ કરવાના બદલે જયપુર.લખનૌ કે અન્ય શહેરોમાં ડાયવર્ટ કરવાની ફરજ પડી

નવી દિલ્હી :દેશની રાજધાની દિલ્હી અને એનસીઆરમાં રવિવારે પડેલા ભારે વરસાદ અને વાવાઝોડા જેવા તેજ પવનના કારણે દિલ્હી એરપોર્ટ પર વિમાની સેવાઓ પર ખૂબ મોટી અસર પડી છે. એરપોર્ટના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, દિલ્હીમાં વિઝિબિલિટી ઓછી થવાને કારણે અને ખરાબ હવામાનના લીધે 15 જેટલી ફ્લાઇટ્સને દિલ્હીમાં લેન્ડ કરવાના બદલે અન્ય શહેરોમાં ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી. જેમાં 10 ડોમેસ્ટિક અને 5 ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે. આ તમામ ફ્લાઈટ્સને નજીકના એરપોર્ટ જેવા કે જયપુર અને લખનઉ તરફ વાળી દેવામાં આવી હતી, જેના કારણે મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

આ વરસાદના કારણે દિલ્હીના લોકોને છેલ્લા ઘણા સમયથી સતાવી રહેલી અસહ્ય ગરમી અને ઉમસભર્યા ઉકળાટમાંથી મોટી રાહત મળી છે. રવિવારે બપોરે 3 વાગ્યા સુધી દિલ્હીનું તાપમાન ઘટીને 28 સેલ્સિયસ ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું હતું, જેના કારણે સમગ્ર વાતાવરણ સુંદર અને આહલાદક બની ગયું હતું. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24$ કલાકમાં દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે. આ દરમિયાન દિલ્હીનું લઘુત્તમ તાપમાન 26 ડિગ્રીથી 29 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન $35$ થી 36 સેલ્સિયસ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહ્યું હતું.

(7:52 PM IST)