News of Monday, 19th October 2026
કાલે કરોડોના ફાફડા-ગાંઠિયા-જલેબી ઝાપટી જશે લોકો
દશેરા પૂર્વે ફરસાણની દુકાનો પર ગ્રાહકોની ચહલપહલઃ ભાવોમાં વધારો છતાં લોકો હોંશે હોંશે સ્વાદ માણસે : ગત વર્ષે કરતાં ભાવમાં ૨૦થી ૨૫ ટકાનો વધારોઃ શુધ્ધ ઘી ની જલેબીનો અમદાવાદમાં ૧૨૦૦થી ૧૫૦૦નો ભાવઃ સવારથી લાઈનો લાગશે મોટા શહેરોમાં

નવી દિલ્હી,તા.૧૯: નવરાત્રિના નવ દિવસ ગરબા રમ્યા પછી દશેરાના દિવસે સવારે જલેબી તેમ જ ફાફડા ખાઈને આપણે આ વિજયના તહેવારની ઉજવણી કરીએ છીએ.આપણે ત્યાં નવરાત્રિના ગરબા દરમિયાન ઉપવાસ રાખ્યા પછી અને નવ રાત ગરબા રમ્યા પછી વધુ ગ્લુકોઝ ધરાવતી જલેબી તાત્કાલિક ઊર્જા આપે છે અને ફાફડામાં રહેલો અજમો પાચનમાં મદદ કરે છે. પ્રાદેશિક તહેવારો સાથે જોડાયેલી આ પરંપરા છે.માત્ર અમદાવાદમાં જ નહીં પણ સમગ્ર ગુજરાત રાજ્યમાં દશેરાના દિવસે ફાફડા જલેબી ખાવામાં આવે છે. વિજયાદશમીનું પર્વ અને નોરતાના ઉપવાસનો અંત ફાફડા જેલબીથી કરવામાં આવે છે. પણ સતત અને સખત રીતે વધતી મોંધવારીના માહોલ વચ્ચે આ વર્ષે નાગરિકોને ફાફડા માટે વધારે પૈસા ચૂકવવા પડશે. ફરસાણના વેપાર સાથે જોડાયેલા વેપારીઓ આઠમના નોરતાથી જ આ માટેની તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે. વિજયાદશમીના દિવસે ફાફડા ગરમા-ગરમ મળે પણ લોટથી લઈને તેલ સુધીની તૈયારીઓ કરવાનું કામ આઠમથી શરૂ થઈ જતું હોય છે. મહાનગર અમદાવાદમાં જુદા-જુદા વિસ્તારમાં ફાફડા જલેબીના અલગ અલગ ભાવ જોવા મળ્યા હતા. પણ મોટાભાગના વેપારીઓને મત એવો રહ્યો હતો કે, આ વખતે ગેસ અને છેલ્લે ખાદ્ય તેલના ભાવમાં થયેલા વધારાને કારણે ફાફડા-જલેબીમાં ગત વર્ષ કરતા ૨૦થી ૨૫ ટકાનો ભાવ વધારો છે.
અમદાવાદમાં નવરંગપુરા વિસ્તારમાં વર્ષોથી ફાફડાની દુકાન ધરાવતા એક વેપારીની રૂબરૂ મુલાકાતમાંથી એવી કેટલીય વાત જાણવા મળી જે ખરેખર આヘર્યજનક હતી. વેપારીએ કહ્યું કે, આ વખતની વાત છોડો, હું એ સમયની વાત કરૂ જ્યારે અમદાવાદમાં ફાફડા જલેબી માટે પહેલા નોરતાથી બુકિગ આવી જતા. આજે જમાનો ટેક્રોલોજીનો આવ્યો છે, ફૂડ ડિલેવરીની એપ્લિકેશનમાંથી બધુ મળી રહે છે. વાત એ સમયની કરૂ જ્યારે પહેલા નોરતે નાસ્તાનો ઓર્ડર આપવામાં આવે તે સમયે જ દશેરાના ફાફડાનું બુકિગ થઈ જતું. એ પણ ૧૫થી ૨૦ કિલો. હા, એ સમયે આટલી મોંઘવારી ન હતી. આટલો ભાવ વધારો ન હતો. સોસાયટીઓમાં આજના સમય જેવો ઢોસા, ઈડલી, ભજીયા જેવો નાસ્તો પણ ન હતો. આસ્થાને કેન્દ્રમાં રાખીને આખો પરિવાર નોરતાના દિવસોમાં ઉપવાસ કરતો અને એ અનુસાર રાત્રે નાસ્તો થતો. ફરાળી કચોરી, ચેવડો, પેંડા, બફવડા. સમય બદલાયો એમ પેઢી બદલાઈ અને પેઢીની સાથે એના સ્વાદ પણ બદલાયા.
હા, બિલકુલ. આમા એવું છે કે, નોરતા પહેલા કેટલાક ફિક્સ ગ્રાહકો છે એ કહી રાખે છે કે, અમારે આટલી વસ્તુ જોઈએ છે. હવે તો પેકેટ ફૂડનો જમાનો છે પણ પહેલા એવું હતું કે લોકો આખા પરિવારનો નાસ્તો નોરતા શરૂ થાય એ પહેલા જ લઈ લેતા. એ દશેરા સુધી ચાલતા. પછી આઠમના નોરતે જ્યારે નૈવેદ હોય કે મહાપૂજા હોય ત્યારે પ્રસાદ માટેની મીઠાઈ લેવા માટે લોકો આવતા એ સમયે ફાફડાનું બુકિગ થઈ જતું. આ શબ્દો છે. આનંદનગર રોડ પર આવેલી એક જાણીતી ફરસાણની દુકાનના વેપારીના. વેપારી ઉમેરે છે કે, મોંઘવારીના સમયમાં માત્ર ગેસ કે તેલની તુલના ન કરી શકાય. ખાંડ, ઘી, બેસનો લોટથી લઈ પેકેજિગ બોક્સ સુધીના તમામ વસ્તુના ભાવમાં તોતિગગ વધારો છે. વાત સાચી છે કે, અમે જથ્થાબંધ ભાવે ખરીદી કરીએ છીએ પણ એ ખરીદીમાં પણ તે ભાવ અગાઉ દેવા પડતા એના કરતા અત્યારે વધારે દેવાના થાય છે. એ ખરીદીમાં પણ ૨૦ ટકાનો વધારો છે. અમે આ વર્ષે વધારો કર્યો છે. ગત વર્ષે અમે કોઈ ભાવ વધાર્યા ન હતા. એ સમયે ઘરાકી ખૂબ સારી રહી હતી. દશેરાના દિવસે સવારે ૪ વાગ્યે તૈયારીઓ શરૂ થઈ જાય છે. ખરીદી આખો દિવસ રહે છે. પણ રાત્રે સૌથી વધારે રહે છે. અમદાવાદમાં હવે તો કાયમી ધોરણે ફાફડા ખવાય છે પણ દશેરાના દિવસે મોડી રાત્રે લોકો ગરમાગરમ ફાફડાની માગ કરે છે.
તહેવારોના સેલિબ્રેશનનું એપી સેન્ટર ગણાતા વિસ્તાર એવા મણિનગરમાં આવેલી વર્ષો જુની અને જાણીતી ફરસાણની દુકાનના વેપારી જણાવે છે કે, દશેરા નજીક આવે એટલે અમારે થોડા વધારે કારીગરો રાખવા પડે છે. પહેલા અમારા દાદા અને બાપા આ ગાઠિયા બનાવતા. હવે મશીન આવી ગયા. આ ઉપરાંત બીજા રાજ્યોમાંથી આવતા કારીગરો પણ હવે તો ફાફડા બનાવતા શીખી ગયા છે. પણ જે ક્રિસ્પીપણું અને જરા અમથા દાંત મારવાથી ગાંઠિયો ભૂક્કો ભૂક્કો થઈ જાય એ માટે તો પ્રોપર કારીગર જોઈએ જ. આ વર્ષે ૭૫૦થી ૮૦૦ ના કિલો ફાફડા છે. અમે તૈયાર પેકિગ પણ રાખ્યા છે. જે અહીંયા આવીને જમશે એને એમાં થોડું કસ્ટમાઈઝ કરી આપીએ. બુકિગ ગત વર્ષ કરતા ઘટ્યા છે. આ પાછળનું કારણ ભાવ વધારો જ છે. હવે જે સેલેરી ક્લાસ લોકો છે એનું બજેટ ફિક્સ રહેવાનું.. સોસાયટીઓમાં જે ફંડ આપશે એ પણ આ જ પરિવારમાંથી આવશે. એમાંથી કોઈ ૪૦૦થી ૫૦૦ રૂપિયાનો ઉમેરો કરીને રોલિગ કરે પણ ૧૦૦૦થી ૧૨૦૦ તો કોઈ ન કાઢે. એટલે જે સોસાયટીમાંથી ૧૦ કિલોનું બુકિગ આવતું એ હવે ૮ કિલોનું થયું. ૧૫ કિલોના ૧૨થી ૧૩ કિલો થયા. આ હું મોટી સોસાયટીની વાત કરૂ છું. નાની સોસાયટીઓમાં કેટલાક જે અગાઉ ૭થી ૮ કિલોની ડીમાન્ડ હતી એ ૫ કિલોએ આવીને અટકી. ફાફડા ખાવાનું તો બંધ નથી થયું પણ લિમિટેડ થઈ રહ્યું છે. કારીગરો મળે છે પણ એના ભાવ દરેકને પોસાય એવા નથી. આ કોઈ કાયમી નથી હોતા પછી દિવસ લેખે નક્કી કરેલા ચાર્જ આપવા પડે. ૧૨૦૦થી ૧૫૦૦ રૂપિયા પર ડે ના હોય. પણ ફાફડા માટે થોડી આવડત હોય એને અમે થોડું શીખવાડીને ચલાવી લઈએ.
ગુજરાતમાં તહેવારોની ઉજવણી સાથે ખાણીપીણીની પરંપરાનું પણ વિશેષ મહત્વ છે. ખાસ કરીને નવરાત્રિ અને દશેરાના પર્વ દરમિયાન ગાંઠિયા, ફાફડા અને જલેબી ખાવાનો ક્રેઝ જોવા મળે છે. ત્યારે ગુજરાતમાં દશેરાના પર્વને લઈને ગાંઠિયા, ફાફડા અને જલેબીની ખરીદી માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારથી જ ફરસાણની દુકાનો પર ગ્રાહકોની અવરજવર વધી રહી છે. લોકો પરિવાર સાથે દુકાનો પર પહોંચીને તાજા ગાંઠિયા, ફાફડા અને જલેબીની ખરીદી કરી રહ્યા છે.
દશેરાના દિવસે એક ટનથી વધુ ગાંઠિયા, ફાફડા અને જલેબીનું વેચાણ થવાનો અંદાજ છે. આ ઉપરાંત અન્ય મીઠાઈઓની પણ મોટી સંખ્યામાં ખરીદી થઈ રહી છે. તહેવારના કારણે ફરસાણના વેપારીઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો પોતાની પરંપરા મુજબ દશેરાના દિવસે ગાંઠિયા, ફાફડા અને જલેબીનો સ્વાદ માણીને તહેવારની ઉજવણી કરે છે.
ખોડિયાર ફરસાણ ચલાવતા રાજેશભાઈ કાઠીયાવાડી છેલ્લા ૪૦ વર્ષથી ફરસાણના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ જણાવે છે કે વર્ષોથી ગ્રાહકોને ગુણવત્તાયુક્ત ફરસાણ પીરસવાના કારણે તેમના જૂના ગ્રાહકો સાથે વિશ્વાસનો સંબંધ જળવાઈ રહ્યો છે. દશેરાના પર્વ નિમિત્તે તેમની દુકાન પર પણ ગાંઠિયા, ફાફડા અને જલેબીની ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં ગ્રાહકો આવે છે.
હાલ બજારમાં ગાંઠિયાનો અને ફાફડાનો ભાવ પ્રતિ કિલો રૂ.૪૦૦ છે. જ્યારે સામાન્ય જલેબીનો ભાવ પ્રતિ કિલો રૂ.૨૦૦ અને ઘીમાં તળેલી જલેબીનો ભાવ પ્રતિ કિલો રૂ.૪૦૦ છે. તહેવારના દિવસે લોકો પોતાની પસંદગી મુજબ વિવિધ પ્રકારના ફરસાણ અને મીઠાઈઓની ખરીદી કરે છે.
રાજેશભાઈના જણાવ્યા અનુસાર, ગ્રાહકોને સારી ગુણવત્તાનું ફરસાણ આપવાને કારણે વર્ષોથી તેમની દુકાન પર ગ્રાહકોનો વિશ્વાસ જળવાઈ રહ્યો છે. દશેરાના પર્વે ફરસાણની ખરીદીમાં વધારો થતાં વેપારીઓ માટે પણ આ દિવસ ખાસ બની રહે છે. આમ, અમરેલી જિલ્લામાં દશેરાના પર્વે ગાંઠિયા, ફાફડા અને જલેબીની ખરીદી સાથે તહેવારની પરંપરા અને ગુજરાતી ખાણીપીણીનો અનોખો રંગ જોવા મળી રહ્યો છે.
(10:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
