News of Saturday, 10th October 2026
ટાઇમ મેગેઝિનની ૧૦૦ સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાંથી
વડાપ્રધાન મોદી ગાયબઃ રણબીર કપૂરનો સમાવેશ આ વર્ષની યાદીમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ પ્લેટફોર્મના વધતા પ્રભાવને લીધે ટેક્નોલોજી ક્ષેત્રના દિગ્ગજોનો દબદબો જોવા મળ્યો હતો ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે સતત ૧૪મી વખત આ યાદીમાં સ્થાન મેળવીને નવો રેકોર્ડ બનાવ્યો

ન્યુયોર્ક,તા.૧૦: અમેરિકન ‘ટાઇમ' મેગેઝિન દ્વારા જાહેર કરવામાં આવેલી ૨૦૨૬ના વર્ષની વિશ્વની ૧૦૦ સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નામ ગાયબ હોવાથી ભારે આヘર્ય સર્જાયું છે. વૈશ્વિક રાજનીતિ અને અર્થવ્યવસ્થામાં ભારતનો ડંકો વાગી રહ્યો હોવા છતાં આ યાદીમાં ભારતની કોઈ રાજકીય હસ્તીને સ્થાન મળ્યું નથી. બીજી તરફ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિગે સતત ૧૪મી વખત આ યાદીમાં સ્થાન મેળવીને નવો રેકોર્ડ બનાવ્યો હતો, જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ પણ આઠમી વખત આ લિસ્ટમાં ચમક્યા હતા.
આ વર્ષની યાદીમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ પ્લેટફોર્મના વધતા પ્રભાવને લીધે ટેક્રોલોજી ક્ષેત્રના દિગ્ગજોનો દબદબો જોવા મળ્યો હતો. ગૂગલના બોસ સુંદર પિચાઈ સહિત કેટલાક ભારતીય મૂળના કોર્પોરેટ નેતાઓને એમાં સ્થાન અપાયું છે. આ યાદીમાં શેફ વિકાસ ખન્નાનો પણ સમાવેશ છે. આ ઉપરાંત ભારતીય મનોરંજન-જગતમાંથી અભિનેતા રણબીર કપૂરને પણ કવરેજ મળ્યું છે
(3:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
