News of Saturday, 12th September 2026
ગુનાઈત પૃષ્ઠભૂમિ ધરાવતા ઉમેદ્દવારોને આપવાનું કારણ જણાવવામાં ટિકિટ પક્ષો નિષ્ફળઃ ADR
વર્ષના પ્રારંભે યોજાયેલી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના વિશ્લેષણમાં થયેલો ખુલાસો : તમિલનાડુના સૌથી વધુ ૭૨ ઉમેદવારોએ ફોજદારી કેસો અંગે ખુલાસા નહોતા કર્યાં

નવી દિલ્હી તા.૧૨: રાજકારણમાં અપરાધીઓની વધતી સંખ્યાસમગ્ર દેશ માટે ચિંતાનો વિષય હોવા છતાં ભાગ્યે જ કોઈ એવો પક્ષ હશે કે જેમાં ગુનાઈત ઈતિહાસ ધરાવતા કે ફોજદારી કેસોનો સામનો કરી રહેલાં સભ્યો નહીં હોય.ચાલુ વર્ષના પ્રારંભમાં પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી દરમિયાન ગુનાઈત ઇતિહાસ ધરાવતા ઉમેદવારોને ટિકિટ આપવા પાછળનું યોગ્ય કારણ આપવામાં રાજકીય પક્ષો નિષ્ફળ રહ્યાં છે. એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ(એડીઆર) દ્વારા કરાયેલા વિશ્લેષણ અનુસાર, આ ચૂંટણીઓ દરમિયાન ૧,૪૦૫માંથી ૧૯૧ ઉમેદવારો સામેના ફોજદારી કેસોની જરૂરી વિગતો અપાઈ નહોતી. જે ઉમેદવારોની વિગતો અપાઈ છે કે તેમની સામેના કેસોનો ખુલાસો કર્યો છે, ત્યાં કોઈ નવું કારણ આપવાને બદલે બધા જ પક્ષોએ એકસરખા કારણો અને બીબાંઢાળ માહિતી આપી દીધી હતી.
ચાલુ વર્ષના પ્રારંભમાં આસામ, કેરળ, તમિળનાડુ, પヘમિ બંગાળ એમ ચાર રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં આશરે ૫૧ રાજકીય પક્ષોના કુલ ૮,૮૪૮ ઉમેદવારોએ ભાગ લીધો હતો. એડીઆર દ્વારા આ પૈકીના ૩,૫૩૯ ઉમેદવારોની ઈલેક્શન એફિડેવિટનું વિશ્લેષણ કરાયું હતું, જેમાંથી માત્ર ૧,૪૦૫ ઉમેદવારોએ જ પોતાની સામેના ફોજદારી ગુનાઓની વિગતો જાહેર કરી હતી, તથા પક્ષોએ તેમાંથી ૧,૨૧૪ ઉમેદવારો માટે અનિવાર્ય એવું ફોર્મેટ સી-૭ ડિસ્ક્લોઝર પ્રકાશિત કર્યું હતું. જ્યારે ૧૯૧ ઉમેદવારોએ આ વિગતો ઉપલબ્ધ બનાવી નહોતી.
પોતાની સામેના ફોજદારી કેસો અંગેના ખુલાસા જાહેર નહીં કરનારા ઉમેદવારોની સંખ્યાના મામલે તમિળનાડુ ટોચ પર છે. અહીંના ૭૨ ઉમેદવારોએ પોતાની સામેના કેસોના ખુલાસાઓ જાહેર કર્યા નહોતાં. જ્યારે પヘમિ બંગાળના ૫૫ કેરળના ૨૭,
પુડુચેરીના ૧૨ તથા આસામના ૧૦ ઉમેદવારોએ પોતાની સામેના કેસોની વિગતો કે ખુલાસા જાહેર કર્યાં નહોતા. સી-૭ ડિસ્કલોઝરનો હેતુ, કોઈ ઉમેદવાર વિરુદ્ધ ફોજદારી ગુનો અથવા કેસ નોંધાયો હોવાની તથા સંબંધિત રાજકીય પક્ષે, ગુનાઈત પૃષ્ઠભૂમિ વગરના અન્ય કોઈ ઉમેદવારને બદલે ગુનાઈત ઈતિહાસ ધરાવતા ઉમેદવારને જ કેમ ટિકિટ આપી તેની મતદારોને જાણ કરવાનો છે. સુપ્રીમ કોર્ટે ૨૦૨૦માં તમામ રાજકીય પક્ષોને, ઉમેદવારની પસંદગીના ૭૨ કલાકમાં જ તેની અપરાધી પૃષ્ઠભૂમિની વિગતો પ્રકાશિત કરવાનો નિર્દેશ આપ્યો હતો. સુપ્રીમના નિર્દેશ બાદ ચૂંટણી પંચે તમામ રાજકીય પક્ષોને આ વિગતો તેમની વેબસાઈટ્સ, સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ તથા સમાચાર પત્રોમાં પ્રકાશિત કરવા નિર્દેશ આપ્યો હતો.
(10:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
