News of Sunday, 4th October 2026
આસામના મારબિલમાં હોડી પલટી જતાં ૧૧ વર્ષના છોકરા સહિત ત્રણ લોકોના મોત
ત્રણેય પોતાના પશુઓ ચરાવવા માટે મારબિલ ગયા હતા. પાણી વધી જવાને કારણે તેમની હોડી પલટી ગઈ

આસામના ઘીલામારા પ્રદેશમાં આવેલા મારબિલમાં હોડી પલટી જતાં ૧૧ વર્ષના છોકરા સહિત ત્રણ લોકોના મોત થયા છે. મૃતકોની ઓળખ ૪૫ વર્ષીય પદ્મ દત્તા, ૨૨ વર્ષીય અજિત દત્તા અને ૧૧ વર્ષીય મૃદુસ્મિન દત્તા તરીકે થઈ છે. ત્રણેય ઘીલામારા પોલીસ સ્ટેશન વિસ્તારના દેવેલિયા ગામના રહેવાસી હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ત્રણેય પોતાના પશુઓ ચરાવવા માટે મારબિલ ગયા હતા. પાણી વધી જવાને કારણે તેમની હોડી પલટી ગઈ હતી ઘટનાની માહિતી મળતાં, પોલીસે સ્થાનિક રહેવાસીઓની મદદથી બચાવ કામગીરી શરૂ કરી હતી ત્રણેયના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા. અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
(7:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
