તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Monday, 14th September 2026
બ્રિટનના અસ્તિત્વ સામે ખતરો: સ્કોટલેન્ડ, ઉત્તરી આયર્લેન્ડ અને વેલ્સમાં સ્વતંત્રતાની માંગ વધુ તીવ્ર બની
કાર્ડિફમાં યોજાનારી ત્રણેય નેતાઓની બેઠક પર વિશ્વની નજર: બ્રેક્ઝિટ અને ગુડ ફ્રાઈડે કરાર બાદ યુનાઇટેડ કિંગડમ વિખેરાઈ જવાની અણી પર

વિશ્વના સૌથી જૂના અને મજબૂત રાજકીય સંઘ ગણાતા યુનાઇટેડ કિંગડમ (UK) ના પતનનો ભય તોળાઈ રહ્યો છે. ઇંગ્લેન્ડ સાથે જોડાયેલા સ્કોટલેન્ડ, ઉત્તરી આયર્લેન્ડ અને વેલ્સમાં સ્વતંત્રતા અને સંઘથી અલગ થવાની માંગણીઓ તીવ્ર બની રહી છે. વેલ્સની રાજધાની કાર્ડિફ ખાતે ત્રણેય દેશોના નેતાઓ વચ્ચે યોજાનારી મહત્વપૂર્ણ બેઠક બાદ આ ચર્ચાએ વધુ જોર પકડ્યું છે. તાજેતરના સર્વેક્ષણો મુજબ સ્કોટલેન્ડમાં 45 ટકા અને ઉત્તરી આયર્લેન્ડમાં 36 ટકા લોકો સ્વતંત્રતા કે અલગતા તરફ ઝૂકાવ ધરાવે છે.
1707ના 'એક્ટ ઓફ યુનિયન' દ્વારા ઇંગ્લેન્ડ અને સ્કોટલેન્ડ વચ્ચે રાજકીય સંઘ રચાયો હતો, જ્યારે ઉત્તરી આયર્લેન્ડ 20મી સદીના વિભાજન બાદ યુકેનો ભાગ રહ્યું હતું. જોકે, 2016ના બ્રેક્ઝિટ લોકમતમાં સ્કોટલેન્ડની મોટાભાગની જનતાએ યુરોપિયન યુનિયન (EU) માં રહેવા મતદાન કર્યું હોવા છતાં યુકે સરકારે તેમને બહાર કરી દીધા હતા. આ નિર્ણય બાદથી સ્કોટિશ નેશનલ પાર્ટી (SNP) ના નેતૃત્વ હેઠળ બીજી વખત લોકમત યોજવાની માંગ બળવત્તર બની છે. અગાઉ 18 સપ્ટેમ્બર 2014ના લોકમતમાં 55.3 ટકા લોકોએ અલગ થવાની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું, પરંતુ બદલાયેલા સંજોગોમાં નવો લોકમત માંગવામાં આવી રહ્યો છે. જોકે, યુકે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે લંડન સંસદ (વેસ્ટમિન્સ્ટર) ની મંજૂરી વિના આ લોકમત શક્ય નથી.
બીજી તરફ, ઉત્તરી આયર્લેન્ડમાં 1960થી 1990 દરમિયાન ચાલેલા હિંસક દાયકાઓ ('ધ ટ્રબલ્સ') નો અંત 1998ના 'ગુડ ફ્રાઈડે કરાર' થી આવ્યો હતો. હાલ ઉત્તરી આયર્લેન્ડ સામે યુકેમાં રહેવું કે રિપબ્લિક ઓફ આયર્લેન્ડ સાથે જોડાઈને અખંડ આયર્લેન્ડ બનાવવું તે મોટો પ્રશ્ન છે. આ બંને પ્રાંતો ઉપરાંત વેલ્સમાં પણ સ્વતંત્રતા માટેના અવાજો ઉઠી રહ્યા હોવાથી લંડન સ્થિત કેન્દ્ર સરકાર સામે યુનાઇટેડ કિંગડમનું અસ્તિત્વ ટકાવી રાખવાનો સૌથી મોટો બંધારણીય અને રાજકીય પડકાર ઉભો થયો છે.
(7:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
