<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

બિહારના આ શિવભક્‍ત ઓમકારેશ્વરથી મહાકાલ સુધી કરી રહ્યા છે બિચ્‍છુ યાત્રા

ઉજ્જૈન,તા.૧૮: ભગવાન પ્રત્‍યે સાચી શ્રદ્ધા અને ભક્‍તિ હોય તો અત્‍યંત મુશ્‍કેલ કામ કરવાની પણ શક્‍તિ આવી જાય છે. શિવભક્‍તો આજકાલ પદયાત્રા કરીને અને દોડીને જ્‍યોતિર્લિગનાં દર્શન કરવા જતા હોય છે. આ ભક્‍તોમાં બિહારના શિવભક્‍ત નિહાલ સિહનું નામ ઉમેરાયું છે. બિહારથી ઇન્‍દોર જઈને નિહાલ સિહે ઓમકારેશ્વરનાં દર્શન કર્યાં હતાં અને એ પછી ઓમકારેશ્વરથી ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિર સુધી તેમણે બિચ્‍છુ યાત્રા શરૂ કરી છે. હઠયોગમાં વૃヘકિાસન એટલે કે વીંછી જેવા શેપનું આસન પ્રચલિત છે. એમાં વ્‍યક્‍તિ હાથ પર ઊંધી ઊભી રહે છે અને પગ આગળની તરફ વળેલા હોય છે. વીંછીના શેપમાં શરીરને રાખીને થતી આ યાત્રા બિચ્‍છુ યાત્રા તરીકે પ્રચલિત છે. નિહાલ સિહ હાથમાં રબરના ગ્‍લવ્‍ઝ પહેરે છે અને એમ જ રોડ પર ચાલે છે. આ બે જ્‍યોતિર્લિગો વચ્‍ચેનું અંતર લગભગ ૧૪૦ કિલોમીટર છે.

(10:24 AM IST)