<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th October 2026

ફિલિપાઇન્‍સમાં ભયાનક વિમાન દુર્ઘટનાઃ તાલીમ દરમિયાન બે ફાઇટર ટ્રેનર એરક્રાફ્‌ટની અથડામણઃ ચાર પાઇલોટના મોત

સેનાના સુરક્ષા પ્રોટોકોલ અને આ ટ્રેનર એરક્રાફ્‌ટની ગુણવત્તા પર ગંભીર સવાલો

મનીલા, તા.૨૪:  ફિલિપાઇન્‍સની રાજધાની મનીલા નજીક આવેલા દક્ષિણ વિસ્‍તારમાં એક અત્‍યંત દર્દનાક અને સનસનાટીભરી હવાઈ દુર્ઘટના સામે આવી છે. બાટાંગાસ પ્રાંતમાં સ્‍થિત ઐતિહાસિક ફર્નાન્‍ડો એર બેઝ પર દૈનિક રૂટીન ટ્રેનિંગ દરમિયાન એરફોર્સના બે SF-૨૬૦ મોડેલ ટ્રેનર એરક્રાફ્‌ટ હવામાં જ એકબીજા સાથે ભીષણ રીતે અથડાઈને જમીનદોસ્‍ત થઈ ગયા હતા. આ કાળજું કંપાવી દેનારા અકસ્‍માતમાં વિમાનમાં સવાર ચારેય દેશભક્‍ત લશ્‍કરી પાઇલટોના ઘટનાસ્‍થળે જ અકાળે અને કરૂણ મોત નીપજ્‍યા છે, જેનાથી સમગ્ર ફિલિપાઇન એર ફોર્સ (PAF) સ્‍તબ્‍ધ થઈ ગઈ છે.

દુર્ઘટના એટલી ભયાનક હતી કે ઉડાન ભરતાની સાથે જ બંને એરક્રાફ્‌ટ આપસમાં આ અથડામણનો ભોગ બન્‍યા હતા અને એર બેઝના પરિસરમાં જ પછડાતા તેના કૂચેકૂચા ઊડી ગયા હતા. રાહતની વાત માત્ર એ રહી કે આ વિમાનો એર બેઝની સીમા અંદર જ ક્રેશ થયા હોવાથી જમીન પર રહેલા અન્‍ય કોઈ નાગરિકોને ઈજા પહોંચી ન હતી. આ દુર્ઘટના બાદ વાયુસેનાએ તાત્‍કાલિક ધોરણે પગલાં ભરીને પોતાના તમામ લ્‍જ્‍પ્ર૨૬૦ તાલીમી વિમાનોના કાફલાને ગ્રાઉન્‍ડેડ કરી દીધો છે અને અકસ્‍માતના ચોક્કસ કારણો જાણવા માટે ઉચ્‍ચ સ્‍તરીય તપાસના આદેશ આપી દીધા છે.

અત્રે નોંધનીય છે કે SF-૨૬૦ એરક્રાફ્‌ટનો અકસ્‍માતનો ઇતિહાસ અત્‍યંત વિવાદાસ્‍પદ રહ્યો છે; અગાઉ વર્ષ ૨૦૨૩ અને તે પછીના વર્ષોમાં પણ આ જ મોડેલના ક્રાફ્‌ટ ઉત્તરીય પર્વતીય વિસ્‍તારોમાં ક્રેશ થતાં અનેક હોનહાર પાઇલટ્‍સના જીવ ગયા હતા. આ તે જ બહાદુર વિમાન છે

(2:52 PM IST)