<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th September 2026

નેપાળની ટનલમાં પૂર બાદ ભયાનક રહસ્ય: નવ દિવસની શોધખોળ છતાં ૩૯ મજૂરો લાપતા

ત્રિશુલીમાં ટનલ નંબર 3-A ની તપાસ પૂર્ણ થતાં સશસ્ત્ર પોલીસ દળે બે જીવિત અને એક મૃતદેહ મળ્યાની કરી પુષ્ટિ, બાકીના શ્રમિકોની શોધખોળ ચાલુ

કાઠમંડુ :નેપાળના ત્રિશુલી ખાતે સર્જાયેલી પૂરની ભયાનક દુર્ઘટનાના નવ દિવસ બાદ, ગત ૪ સપ્ટેમ્બરના રોજ સુરક્ષા દળો દ્વારા ટનલ નંબર 3-A ની સંપૂર્ણ ખોદકામ અને તપાસ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, જેમાં કુલ ૪૨ શ્રમિકો પૈકી માત્ર બે વ્યક્તિઓને જીવતા બચાવી લેવામાં આવ્યા છે અને એક શ્રમિકનો મૃતદેહ જ મળી આવ્યો છે, જ્યારે બાકીના ૩૯ કામદારો હજુ પણ રહસ્યમય રીતે લાપતા હોવાથી વહીવટી તંત્રમાં ભારે હચમચ મચી ગયો છે.

આ દુર્ઘટનામાંથી ચમત્કારિક રીતે બચી ગયેલા નેપાળ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીના ૩૦ વર્ષીય મિકેનિકલ ફોરમેન સંજય સાહના જણાવ્યા મુજબ, પૂરની ચેતવણી મળવા છતાં તેઓ અન્ય લોકોને બચાવવાના પ્રયાસમાં ટનલમાં જ ફસાયા હતા અને મહામંત્રના જાપ કરીને તેમણે પોતાનો જીવ બચાવ્યો હતો, હાલ તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળે છે.

સશસ્ત્ર પોલીસ દળના પ્રવક્તા નેત્ર બહાદુર કાર્કીના સત્તાવાર નિવેદન અનુસાર, ટનલની અંદર પાણીના પ્રકોપ અને ઊંડા ખાડાઓને કારણે બાકી રહેલા ૩૯ લોકોના ઠેકાણા વિશે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી મળી શકી નથી, જેને લઈને હવે સંબંધિત કંપનીઓ અને સેના દ્વારા સંયુક્ત રીતે બીજું વિશેષ ઓપરેશન હાથ ધરીને ગુમ થયેલા શ્રમિકોની સઘન શોધખોળ શરૂ કરવામાં આવી છે.

આ ગંભીર કટોકટી વચ્ચે હવે તંત્ર દ્વારા ટનલના અંદરના ભાગમાં વધુ ઊંડાણપૂર્વક તપાસ કરવાના આદેશો આપવામાં આવ્યા છે અને ભવિષ્યમાં આવી આપત્તિઓ સામે સુરક્ષાના કડક ધોરણો અપનાવવા માટેની સમીક્ષા પણ શરૂ કરવામાં આવી છે, જેથી લાપતા થયેલા તમામ મજૂરો અંગેના સત્ય બહાર આવી શકે અને પીડિત પરિવારજનોને યોગ્ય માહિતી મળી શકે.

(1:26 PM IST)