News of Monday, 20th April 2026
TCS નાસિક કાંડઃ પીડિતાની ધ્રુજાવી દેતી આપવીતીઃ શાહરૂખ, રઝા, આસિફ અને તૌસિફની ‘ગંદી' હરકતો ઉઘાડી પાડી
મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં TCS કંપનીમાં ચાલતા ‘કાંડ'ને લઈને દરરોજ મોટા-મોટા ખુલાસા થઈ રહ્યા છેઃ હવે વધુ એક પીડિતા સામે આવી છેઃ તેણે જે ખુલાસા કર્યા તે ખરેખર ભયાનક છે 'હું તમારા પતિ કરતા વધારે હેન્ડસમ છું, મને બોયફ્રેન્ડ બનાવી લોઃ ગુડી પડવાના દિવસે રઝાએ મારી સાડીનો પલ્લુ ખેંચ્યોઃ મહિલાઓની મજબૂરીનો ફાયદો ઉઠાવ્યો આરોપ

નાસિક,તા.૨૦: મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં TCS કંપનીમાં ચાલતા 'કાંડ'ને લઈને દરરોજ મોટા-મોટા ખુલાસા થઈ રહ્યા છે. હવે વધુ એક પીડિતા સામે આવી છે, તેણે જે ખુલાસા કર્યા તે ખરેખર ભયાનક છે. તેણે દિગ્ગજ આઈટી કંપનીની નાસિક ઓફિસમાં શું-શું ચાલતું હતું, તેના વિશે ખુલ્લીને વાત કરી છે. પીડિતા કે જેના થોડા સમય અગાઉ જ લગ્ન થયા હતા, તેણે પોતાની આપવીતી પોલીસને જણાવી છે. તેણે જે વાત કરી છે, તે ખરેખર ઘણી ભયાનક છે. આ ઘટના બાદ મહિલાઓ અને યુવતીઓની સુરક્ષાને લઈને અનેક સવાલો ઉભા થઈ ગયા છે.
NDTVના રિપોર્ટ મુજબ, પીડિતાએ આપવીતી જણાવતા દુઃખી થઈને કહ્યું કે, હું નાસિકમાં મારા સાસુ-સસરાની સાથે રહું છું, મારા પતિની પુણે નોકરી હોવાથી, તેઓ પુણે રહે છે. મારા લગ્ન બાદ ૨૦ જૂન ૨૦૨૫થી હું TCS કંપનીમાં ‘એસોસિયેટ'ની પોસ્ટ પર નોકરી કરી રહી છું. ૨૪ જૂન ૨૦૨૫થી ત્રણ મહિનાની ટ્રેનિગ શરૂ થઈ હતી. મારા ટ્રેનિગ લીડર શાહરૂખ કુરેશી અને જયેશ ગુંજાલ હતા. ટ્રેનિગ દરમિયાન લોન બ્રાન્ચનો ટીમ લીડર રઝા મેનન, જેને ટ્રેનિગ સાથે કોઈ લેવાદેવા ન હતી, તે વારંવાર ટ્રેનિગ રૂમમાં મારી પાસે આવતો અને મારી પર્સનલ લાઈફ વિશે પૂછતો. તે કહેતો, તમારા પતિ બહાર રહે છે, તો તમે બધું કેવી રીતે સંભાળો છો? તમને ડર નથી લાગતો? કોઈ પણ જરૂર હોય તો મને કહેજો, હું કોઈ પણ સમયે મદદ કરીશ.
પીડિતાએ જણાવ્યું કે, મારા લગ્નને હજુ એક જ મહિનો થયો હતો, ત્યારે રઝા કહેતો, ‘‘તમારા લગ્ન હજુ નવાનવા જ છે, તમે હનીમૂન પર ક્યાં-ક્યાં ગયાં હતાં? ત્યાં શું-શું કર્યું હતું, કેવી રીતે કર્યું હતું?'' જ્યારે તે આ બધી વાતો કરતો, ત્યારે શાહરૂખ કુરેશી પણ ત્યાં જ હોય અને તેને ઉકસાવતો હતો. ઇશારા કરીને શાહરૂખ મને પૂછતો કે તમારા લગ્ન ‘અરેન્જ મેરેજ' છે કે ‘લવ મેરેજ'?
તે જ સમયે રઝા બોલ્યો, ‘‘જો તમારી તમારા પતિ સાથે બનતી ન હોય તો અમને કહેજો, અમે તમને શીખવીશું કે શું અને કેવી રીતે કરવું. તમારા ઘણા બોયફ્રેન્ડ રહ્યા હશે, તેમને છોડીને તમે લગ્ન કેવી રીતે કર્યા? જો તમારા જૂના બોયફ્રેન્ડ્સ વિશે તમારા ઘરવાળાઓ કે પતિને ખબર પડે તો શું થશે? તમે શું કરશો?'' રઝાએ મારું નામ ‘પ્લેયર' રાખ્યું હતું. હું ઓફિસ આવું ત્યારે તે મને ‘પ્લેયર' જ કહીને બોલાવતો. કામમાં કોઈ તકલીફ પડે અને હું શાહરૂખને કહું તો તે રઝાને બોલાવી લેતો. ત્યારે રઝા કહેતો, ‘‘કેમ પ્લેયર, તારાથી કામ નથી થતું? ન થતું હોય તો મને કહેજે.'' તે અવારનવાર મારી નજીક આવીને કહેતો, ‘‘તમારા પતિ અહીં કેમ નથી આવતા? નવા લગ્ન થયા છે તોય તમને છોડીને કેવી રીતે રહે છે? જો હું હોત તો તમને છોડીને ક્યાંય ન જાત, તમારી પાસે જ રહેત.''
પીડિતાએ વધુમાં જણાવ્યું કે, સપ્ટેમ્બર ૨૦૨૫માં મારી ઓન-જોબ ટ્રેનિગ (OGT) શરૂ થઈ અને તે પછી નિયમિત કામ શરૂ થયું. તે સમયે મારા ટીમ લીડર અતુલ પાંડે સાહેબ હતા અને અમારી ટીમમાં ૨૭ કર્મચારીઓ હતા. આ દરમિયાન, બીજી ટીમનો એક કર્મચારી આસિફ અંસારી જગ્યા ન હોવા છતાં વારંવાર મારી બાજુમાં આવીને બેસતો અને નજીક આવવાની કોશિશ કરતો. તે જાણીજોઈને મારા શરીરને સ્પર્શ કરતો, મારો હાથ પકડી લેતો અને ક્યારેક મારા ખભા પર હાથ મૂકતો, જેથી મને ખૂબ જ શરમ આવતી હતી.દ્દ
એક વખત તેણે મારી નજીક આવીને મારા પેટ અને કમરને અડીને કહ્યું, ‘‘તમારી તો જીરો ફિગર છે.'' એક વાર જ્યારે હું બહાર ગેલેરી (પેસેજ)માં ઊભી હતી, ત્યારે આસિફ ત્યાં આવ્યો અને અચાનક મને ભેટી પડ્યો. મેં તેને જોરથી ધક્કો માર્યો અને ત્યાંથી ભાગી ગઈ. તે રોજ વગર કારણે મારી પાસે આવતો અને ગંદા ઇશારા કરીને પૂછતો, ‘‘અંદર શું પહેર્યું છે અને તેની સાઈઝ શું છે?'' આસિફ ખૂબ જ ગંદી અને અશ્લીલ વાતો કરતો. તે કહેતો, ‘‘જો તમને મોકો મળે તો તમે કોની સાથે કરશો? શું હું તમને પસંદ છું? મને તમે ખૂબ પસંદ છો.'' હું કોઈ જવાબ વગર ગુસ્સામાં ત્યાંથી ચાલી જતી. મારી નવી-નવી નોકરી હતી, તેથી નોકરી જવાના ડરથી મેં આ વાત કોઈને કહી નહીં અને કોઈ ફરિયાદ પણ ન કરી.
આસિફ મને હંમેશા ગંદી નજરે જોતો અને કહેતો, ‘‘શું હું તમને પસંદ નથી? હું તમારા પતિ કરતાં વધુ હેન્ડસમ છું, તમે મારી સાથે બહાર ચાલો, તમારા પતિ અહીં નથી, કંઈ પણ થશે તો કોઈને ખબર નહીં પડે અને તમે પણ કોઈને ન કહેશો.'' બપોરે જ્યારે હું જમવા જતી, ત્યારે તે જાણી જોઈને મારી બાજુમાં આવીને બેસી જતો અને મારી જાંઘ પર હાથ મૂકતો. તે કહેતો, ‘‘જેમ તમે તમારા પતિ માટે જમવાનું બનાવો છો, તેમ મારા માટે પણ બનાવીને લાવજો. લગ્ન પહેલાં તમારા બોયફ્રેન્ડ હતા જ, તો એક વધુ બોયફ્રેન્ડ બનાવવામાં શું વાંધો છે? ભલે તમારા લગ્ન થઈ ગયા હોય, મને તો ચાલશે.''
આસિફ કહેતો, ‘‘તમારી જે પણ શારીરિક જરૂરિયાત હશે, તે હું પૂરી કરીશ.'' દિવાળીના સમયે તેણે મને કહ્યું, ‘‘દિવાળી છે, તો તમે સાડી પહેરીને આવજો, મને જોવું છે કે તમે કેટલા હોટ લાગો છો.'' આ બધી વાતોથી પરેશાન થઈને મેં તેને ગુસ્સામાં કહી દીધું કે મને આ બધું પસંદ નથી અને તમે મારી પાસે ન આવશો. તેણે મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કર્યું હતું, તેથી મેં તેને અનફોલો કરી દીધો. તેણે કહ્યું કે હું તમારો સંપર્ક કેવી રીતે કરું? ત્યારે મેં કહ્યું કે જે કહેવું હોય તે ઓફિસમાં જ કહેજો. પછી તેણે મને લિક્ડઈન પર મેસેજ કર્યો, પરંતુ મેં ત્યાં પણ તેને અવગણ્યો.
પીડિતા એ કહ્યું કે, આસિફ કહેતો કે તમારા ધર્મમાં મહિલાઓ બુરખા પહેરતી નથી, તેથી તેમની સાથે રેપ થાય છે. તમને આવા ભગવાન કેવી રીતે પસંદ આવે છે? આવું કહીને આસિફે મારી અને હિદુ ધર્મની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી. મકર સંક્રાંતિના દિવસે જ્યારે હું સાડી પહેરીને ડેસ્ક પર કામ કરી રહી હતી, ત્યારે આસિફે કહ્યું, ‘‘તમારા બ્લાઉઝની ડિઝાઈન ખૂબ સરસ છે.''
ફેબ્રુઆરી ૨૦૨૬માં મારી શિફટ સવારે ૮થી સાંજના ૫ વાગ્યા સુધીની હતી. આ દરમિયાન તૌસીફ અત્તાર, જે મારી ટીમમાં ન હતો, તે પણ રોજ મારા ડેસ્ક પાસે આવતો અને કંઈક ખાવાનું લાવતો. તે અશ્લીલ વાતો કરતાં કહેતો, ‘‘સંતરા લાવ્યા છે કે નહીં? નાના લાવ્યા છે કે મોટા? મને સંતરા ખાવા આપ.'' તે ગંદી નજરે જોતો. તે કહેતો, ‘‘તમે એન્જાિનિયરિગ કર્યું છે, તમારી જગ્યા અહીં નથી, તમે ખૂબ આગળ જશો. હું તમને ડાયલરનું કામ શીખવું છું.''
પીડિતાએ કહ્યું કે, માર્ચ ૨૦૨૬માં ગુડી પડવાના દિવસે હું સાડી પહેરીને આવી હતી. જ્યારે હું પેન્ટ્રીની સામેની લોબીમાંથી જઈ રહી હતી, ત્યારે મને અહેસાસ થયો કે મારી સાડીનો પલ્લુ કોઈએ ખેંચ્યો છે. પાછળ ફરીને જોયું તો રઝાના હાથમાં મારો પલ્લુ હતો. મેં તરત જ મારો પલ્લુ ખેંચી લીધો, ત્યારે તેણે મારી તરફ ગંદી નજરે જોઈને સ્માઈલ કરી. પછી જ્યારે હું કામ કરી રહી હતી, ત્યારે તૌસીફ આવ્યો અને મારી આસપાસ ફરીને ગંદી નજરે જોતાં કહ્યું, ‘‘તમે ખૂબ સુંદર દેખાવો છો, એટલા માટે જ તમારા પતિએ તમારી સાથે લગ્ન કર્યા છે.'' અડધા કલાક પછી આસિફ આવ્યો અને કહ્યું, ‘‘હવે મને સમજાયું અને દેખાયું કે શું-શું સારું છે.'' તે જ દિવસે શફી શેખે પણ મારી પાસેથી ત્રણ-ચાર વખત ચક્કર કાઢ્યા અને ગંદી નજરે જોઈને ગયો.
શિફટ પૂરી થયા પછી જ્યારે કામ શીખવા હું તૌસીફ પાસે ગઈ, ત્યારે શીખવાના બહાને તે મારા ગાલને અડવા લાગ્યો, મારા ખભા પર હાથ મૂક્યા. જ્યારે મેં વિરોધ કર્યો, ત્યારે તેણે કહ્યું, ‘‘તમારે આગળ વધવું છે ને, તો શું તમને મારું શીખવવું પસંદ નથી આવતું?'' આવું કહીને તે વધુ નજીક આવવાની કોશિશ કરતો હતો. જૂન ૨૦૨૫થી માર્ચ ૨૦૨૬ સુધી વ્ઘ્લ્ કંપની, નાસિકમાં નોકરી કરતી વખતે શાહરૂખ કુરેશી, રઝા મેમન, આસિફ અંસારી, તૌસીફ અત્તાર અને શફી શેખે મારી પાછળ પડીને, અશ્લીલ ટિપ્પણીઓ કરી, ખોટી રીતે સ્પર્શ કર્યો અને ગંદી નજરે જોઈને મારી છેડતી કરી છે. સાથે જ મારા હિન્દુ દેવી-દેવતાઓ વિશે અપશબ્દ કહીને મારી ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી છે. તેથી મારી શાહરૂખ કુરેશી, રઝા મેમન, આસિફ અંસારી, તૌસીફ અત્તાર અને શફી શેખ સામે કાનૂની ફરિયાદ છે.
ઉલ્લેખનીય છે કે નાસિક TCS કેસમાં સતત ત્રીજા દિવસે રાષ્ટ્રીય મહિલા આયોગે કંપનીમાં દોઢ કલાક સુધી સઘન તપાસ કરી અને કંપનીનો ખૂણો-ખૂણો ખંગાળ્યો. કંપનીમાં મહિલા કર્મચારીઓના જાતીય શોષણ અને જબરદસ્તી ધર્માંતરણના મામલામાં તપાસ દરમિયાન નવી માહિતીઓ સામે આવી. કેન્સરથી પીડિત પિતાની કીમોથેરાપી અને દવાઓના ખર્ચ માટે એક મહિલા કર્મચારીને પૈસાની સખત જરૂર હતી. આ જ મજબૂરીનો લાભ લઈને તેને માનસિક રીતે ત્રાસ આપવામાં આવ્યો અને અપમાનિત કરવામાં આવ્યું, જે તે પોતાના પિતાના ઈલાજ માટે સહન કરતી રહી.
પીડિતાએ જણાવ્યું કે બીમારીને કારણે પિતા બેડ પર હતા અને ઘરની આર્થિક સ્થિતિ એટલી ખરાબ હતી કે ખાવા-પીવા માટે પણ પૈસા નહોતા. પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ હોવાના કારણે પીડિતા આ બધું સહન કરવા મજબૂર હતી. બીજી પીડિતા પર પણ આખા પરિવારની જવાબદારી હતી. સૂત્રોનો દાવો છે કે નોકરી બચાવવાના દબાણમાં તેને ધર્માંતરણના છુપાયેલા એજન્ડાનો શિકાર બનાવવામાં આવ્યું હતું.
(3:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
