News of Sunday, 4th October 2026
ઈન્ડોનેશિયામાં ભૂકંપનો જોરદાર આંચકો: રિએક્ટર સ્કેલ પર 5.2ની તીવ્રતા નોંધાઈ
જમીનથી 10 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું એપીસેન્ટર, લોકોમાં દહેશતનો માહોલ

જાકારતા / ન્યૂઝ ડેસ્ક: ઈન્ડોનેશિયામાં વહેલી સવારે ભૂકંપનો એક જોરદાર આંચકો અનુભવાયો છે. ભૂગર્ભમાં થયેલી હલચલને કારણે સમગ્ર વિસ્તારની ધરતી ધ્રૂજી ઊઠી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) દ્વારા મળતી વિગતો અનુસાર, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.2 માપવામાં આવી છે.
સીસ્મોલોજી વિભાગના જણાવ્યા અનુસાર, આ ભૂકંપનું કેન્દ્રબિંદુ (Epicenter) જમીનથી માત્ર 10 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. જમીનથી ઓછી ઊંડાઈએ કેન્દ્રબિંદુ હોવાના કારણે આંચકાની તીવ્રતા વધુ અનુભવાઈ હતી. ભૂકંપ આવતા જ નિંદ્રાધીન લોકો ભયભીત થઈને ઘરોની બહાર દોડી આવ્યા હતા.
અત્યાર સુધી મળતી પ્રાથમિક માહિતી મુજબ, આ ભૂકંપના કારણે કોઈ જાનમાલના નુકસાન કે જાનહાનિના તાત્કાલિક અહેવાલ પ્રાપ્ત થયા નથી. સ્થાનિક તંત્ર અને રાહત એજન્સીઓ દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
(12:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
