<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th July 2026

વિચિત્ર ઘટનાઃ રાતના સમયે મહિલાઓના વાળ કાપીને લઈ જતી ગેંગથી ફફડાટ

ગામના લોકોમાં ડરનો માહોલ છે. લોકો રાતના સમયે જાગીને ધ્‍યાન રાખી રહ્યા છે

દરભંગા તા.૧૮: બિહારના દરભંગા જિલ્‍લામાં મહિલાઓના વાળ કાપવાની રહસ્‍યમયી ઘટનાઓએ લોકોની ચિતા વધારી દીધી છે. બહાદુરપુર વિસ્‍તારના ડરહાર ગામમાં આઠ દિવસની અંદર બીજી વાર આવી ઘટના થઈ છે. સતત થઈ રહેલી ઘટનાઓ બાદ ગામના લોકોમાં ડર છે. પોલીસ પણ આ મામલાને ગંભીરતાથી લઈ રહી છે. તાજેતરનો કિસ્‍સો ડરહાર ગામમાં બન્‍યો છે. અહીં શિક્ષક દંપતિ સુમન કુમાર ચૌધરીના ઘરમાં મોડી રાતે કોઈ ઘુસી ગયું. પરિવારનો આરોપ છે કે બદમાશોએ તેમની દીકરીના વાળ કાપી નાખ્‍યા. આ ઘટના બાદ આખા ગામમાં હડકંપ મચી ગયો. આજુબાજુના લોકો પણ ઘટનાસ્‍થળે પહોંચી ગયા.

સૂચના મળતા જ પોલીસ પણ આવી પહોંચી. સદર એસડીપીઓ રાજીવ કુમારે ઘટનાસ્‍થળની મુલાકાત લીધી. તેમણે જણાવ્‍યું કે, શરુઆતી તપાસમાં આ મામલો લૂંટનો નથી, પણ ચોરીના પ્રયાસનો લાગી રહ્યો છે. જો કે, વાળ કાપવાની ઘટના પર પોલીસ પણ ગંભીરતાથી તપાસ કરી રહી છે. એસડીપીઓએ જણાવ્‍યું કે, આ મામલાની તપાસ માટે સ્‍પેશિયલ ટીમ બનાવી છે. આઠ દિવસ પહેલા થયેલી આ ઘટનાની તપાસ હજુ પણ ચાલું છે. બંને કેસને જોડીને હવે તપાસ થઈ રહી છે. પોલીસને આશા છે કે જલદી આ મામલે ખુલાસો કરવામાં આવશે.

સતત બીજી વખત આવી ઘટના સામે આવતા ગામના લોકોમાં ડરનો માહોલ છે. લોકો રાતના સમયે જાગીને ધ્‍યાન રાખી રહ્યા છે. મહિલાઓ અને ખાસ તો બાળકોમાં ડર છે. ગામમાં અલગ અલગ ચર્ચાઓ પણ થઈ રહી છે. અમુક લોકો તેને ગેંગની કરતૂત ગણાવી રહ્યા છે, જ્‍યારે અમુક લોકો તેને અફવા માની રહ્યા છે. પોલીસે લોકોને અફવા પર ધ્‍યાન નહીં આપવાની અપીલ કરી છે. અધિકારીઓનું કહેવું છે કે, પુષ્ટિ વિના કોઈ પણ વાતો ફેલાવો નહીં. જો કોઈ શંકાસ્‍પદ વ્‍યક્‍તિ દેખાય તો તરત પોલીસને સૂચના આપો.

(3:37 PM IST)