<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th September 2026

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૬મા જન્મદિવસે બોલિવૂડથી લઈને સાઉથ સુધીના સ્ટાર્સનો તાંતો: અક્ષય, ચિરંજીવી અને કંગનાએ પાઠવી ખાસ શુભકામનાઓ!

શત્રુઘ્ન સિન્હાએ એડવાન્સમાં વિશ કર્યું તો કંગનાએ સંસ્કૃત શ્લોકથી કર્યા પ્રશંસાના પુષ્પો અર્પણ: અનુપમ ખેર અને જેકી શ્રોફે જૂની યાદો તાજી કરી લાંબા આયુષ્યની કામના કરી

મુંબઈ : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૬મા જન્મદિવસની સમગ્ર દેશમાં ઉજવણી થઈ રહી છે ત્યારે ભારતીય સિનેમા જગત પણ આ આનંદોત્સવમાં ઉત્સાહભેર જોડાયું છે. સોશિયલ મીડિયા પર સવારથી જ પીએમ મોદીને શુભેચ્છાઓ પાઠવનારાઓનો તાંતો લાગ્યો છે. અક્ષય કુમાર, ચિરંજીવી, કંગના રનૌત, અનુપમ ખેર, શત્રુઘ્ન સિન્હા, શિલ્પા શેટ્ટી, પરેશ રાવલ અને જેકી શ્રોફ સહિતના અગ્રણી કલાકારોએ પોતપોતાના અનોખા અંદાજમાં વડાપ્રધાન પ્રત્યે પોતાનો આદર અને શુભેચ્છાઓ વ્યક્ત કરી છે.

 

અભિનેતા અક્ષય કુમારે વડાપ્રધાનના જન્મદિવસને 'સેવાના સંકલ્પ' સાથે મનાવવાની અપીલ કરતાં લખ્યું હતું કે, કોઈ જરૂરિયાતમંદના કામે આવવું કે તેના ચહેરા પર સ્મિત લાવવું એ જ જન્મદિવસ ઉજવવાની સાચી અને સુંદર રીત છે. દક્ષિણ ભારતીય સિનેમાના દિગ્ગજ સ્ટાર ચિરંજીવીએ પીએમ મોદીના જીવનને દ્રઢ સંકલ્પ, અનુશાસન અને દેશસેવાનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાવ્યું હતું. બીજી તરફ, શત્રુઘ્ન સિન્હાએ સોશિયલ મીડિયા પર ખાસ તસવીરો શેર કરીને એડવાન્સમાં બર્થડે વિશ કર્યું હતું, જેથી લાખો વિશિષ્ટ સંદેશાઓ વચ્ચે તેમનો પ્રેમભર્યો મેસેજ ખોવાઈ ન જાય!

 

સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતે સંસ્કૃત શ્લોક સાથે પીએમ મોદીના દીર્ઘાયુની પ્રાર્થના કરી હતી અને દેશવાસીઓને વડાપ્રધાન માટે 'આશીર્વાદનો દીવો' પ્રગટાવવાની હાકલ કરી હતી. અનુપમ ખેરે અમદાવાદમાં પીએમ મોદી સાથે થયેલી પોતાની પ્રથમ મુલાકાતને યાદ કરતા તેમના અથાક પરિશ્રમ અને શિસ્તના વખાણ કર્યા હતા. પરેશ રાવલ અને જેકી શ્રોફે પણ પોતાની યાદગાર તસવીરો શેર કરીને ઈશ્વર પાસે વડાપ્રધાનના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી.

 

(6:41 PM IST)