<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

સ્‍ક્‍વોડ્રન લીડર ભાવના કંઠ બન્‍યાં દેશનાં પ્રથમ મહિલા ફાઇટર કોમ્‍બેટ લીડર

અત્‍યંત કઠિન કોર્સ સફળતાપૂર્વક પૂરો કરીને ઇતિહાસ રચ્‍યો

નવી દિલ્‍હી તા.૮: ઇન્‍ડિયન એર ફોર્સ (IAF)નાં સ્‍ક્‍વોડ્રન લીડર ભાવના કંઠે ગ્‍વાલિયરની ટેક્‍ટિક્‍સ એન્‍ડ એર કોમ્‍બેટ ડેવલપમેન્‍ટ એસ્‍ટેબ્‍લિશમેન્‍ટ (TACDE) ખાતેથી પ્રતિષ્ઠિત ફાઇટર કોમ્‍બેટ લીડર (FCL) કોર્સ સફળતાપૂર્વક પૂરો કરીને નવો ઇતિહાસ રચ્‍યો છે. આ સાથે તેઓ IAFની અત્‍યંત પ્રતિષ્ઠિત સ્‍કૂલમાંથી ગ્રેજ્‍યુએટ થનારાં દેશનાં પ્રથમ મહિલા પાઇલટ બન્‍યાં છે. FCL એ ફાઇટર પાઇલટ માટે અત્‍યંત કઠિન ગણાતો બેજ છે.

TACDEનો આ ૨૦ અઠવાડિયાંનો પ્રોગ્રામ એડ્‍વાન્‍સ કોમ્‍બેટ તાલીમ પૂરી પાડે છે જેમાં IAFના માત્ર એક ટકા જેટલા પાઇલટો જ સ્‍થાન મેળવી શકે છે. ભાવના કંઠ જૂન ૨૦૧૬માં અવનિ ચતુર્વેદી અને મોહના સિહ સાથે દેશનાં પ્રથમ ૩ મહિલા ફાઇટર પાઇલટમાંથી એક તરીકે વાયુસેનામાં જોડાયાં હતાં. તેમણે માર્ચ ૨૦૧૮માં MiG-21 Bison વિમાનમાં પ્રથમ સોલો ઉડ્ડયન કર્યું હતું અને ૨૦૨૧ની પ્રજાસત્તાક દિન પરેડમાં વાયુસેનાની ટુકડીનો ભાગ બન્‍યાં હતાં.

અમેરિકન નેવીના ‘ટોપ ગન' પ્રોગ્રામ જેટલી જ એડ્‍વાન્‍સ આ સંસ્‍થા ભારતીય IAF માટે યુદ્ધની રણનીતિઓ ઘડવામાં અત્‍યંત મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ભાવના કંઠની આ ઐતિહાસિક

સફળતા ભારતીય સશષા દળોમાં મહિલાઓ માટે પ્રગતિના નવા દરવાજા ખોલવા તરફ અત્‍યંત મહત્ત્વનો માઇલસ્‍ટોન સાબિત થશે.

(9:49 AM IST)