News of Sunday, 26th July 2026
ઉત્તર પ્રદેશના હરદોઈમા ઘરમાં પડ્યા હતા 1.29 કરોડ રોકડા : નોકરોએ ભોજનમાં ઊંઘની ગોળીઓ ભેળવી 8 બેગ લઈને ફરાર : ચોરીનો ભંડાફોડ
સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે આરોપીઓને ઝડપી પાડવા માટે ટીમો બનાવવામાં આવી : આરોપીઓને જલ્દીથી ઝડપીને રકમ પરત મેળવવાના પ્રયાસો

નવી દિલ્હી તા.૨૬ : ઉત્તર પ્રદેશના હરદોઈમા વિશ્વાસનું કાળું કૃત્ય સામે આવ્યું છે. ઘરમાં રાખેલા 1.29 કરોડ રૂપિયાની રોકડ પર નોકરોની જ નજર બગડી અને તેઓ 8 બેગ ભરીને ફરાર થઈ ગયા.
ઘરમાં 1.29 કરોડ રૂપિયા રોકડા પડ્યા હતા. તક મળતા જ ઘરના નોકરોએ ષડયંત્ર રચ્યું. આરોપીઓએ માલિકોના ભોજનમાં ઊંઘની ગોળીઓ ભેળવી દીધી. ભોજન કર્યા બાદ ઘરના સભ્યો બેભાન થઈ ગયા.
આ તકનો ફાયદો ઉઠાવીને નોકરોએ રોકડ ભરેલી 8 બેગ લઈને ઘરમાંથી ચંપત થઈ ગયા.
ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસે તપાસ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે આરોપીઓને ઝડપી પાડવા માટે ટીમો બનાવવામાં આવી છે.
આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસ લોકોને અપીલ કરી રહી છે કે ઘરમાં કામ કરતા નોકરોની પૂરતી ચકાસણી કર્યા બાદ જ તેમને રાખવામાં આવે.
પોલીસનું કહેવું છે કે આરોપીઓને જલ્દીથી ઝડપીને રકમ પરત મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
(3:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
