News of Friday, 31st July 2026
લિફટ અકસ્માતમાં મૃત્યુ પામેલા રો અધિકારીને ત્રણ કરોડનું વળતર ચુકવવા આદેશ
સુપ્રીમે એનસીડીઆરસીનાં ચુકાદાને યોગ્ય ઠેરવ્યો : જસ્ટિસ પી એસ નરસિહા અને જસ્ટિસ આલોક અરાધેની ખંડપીઠે ઓટિસ એલિવેટર (ઇન્ડિયા) લિ.ની અપીલ ફગાવી

નવી દિલ્હી,તા.૩૧: ૨૦૦૩માં લિફટ અકસ્માતમાં મૃત્યુ પામેલા એક છે. અધિકારી વિપિન હાંડાનાં પરિવારને ૩.૦૧ કરોડ રૂપિયાથી વધુનું વળતર આપવાના ચુકાદાને સુપ્રીમ કોર્ટે યોગ્ય ઠેરવ્યો છે. સુ સુપ્રીમે જણાવ્યું છે કે સુરક્ષા એક મૂળભૂત આશ્વાસન છે જે દરેક લિફટમાં મળવું જોઇએ.
જસ્ટિસ પી એસ નરસિહા અને જસ્ટિસ આલોક અરાધેની ખંડપીઠે ઓટિસ એલિવેટર કંપની (ઈન્ડિયા) લિમિટેડની અપીલ ફગાવી દીધી છે અને નેશનલ કન્ઝ્યુમર ડિસપ્યુટ્સ રિડ્રેસલ કમિશન (એનસીડીઆરસી)નાં આદેશને યથાવત રાખ્યો છે. એનસીડીઆરસીનાં આદેશમાં હસ્તક્ષેપ કરવાનો ઈનકાર કરતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે ઓટિસ મુખ્યતવે સેવાઓમાં ખામીવાળો પક્ષ છે.
જે પક્ષ વાહનની પ્રકૃતિવાળા કોઈ મશીનની સંભાળ રાખે છે તેની પોતાના યુઝર્સ પ્રત્યે દેખભાળની વધુ જવાબદારી હોય છે. ઓટિસ એ જવાબદારીથી અજાણ ન હતી. જેના કારણે દુર્ઘટના થઈ હતી.
સુપ્રીમે ચુકાદામાં જણાવ્યું છે કે લિફટ આજનાં શહેરી જીવનનો એક જરૂરીહિસ્સો બની ગયો છે કારણકે જગ્યાની ઓછી ઉપલબ્ધતાને કારણે શહેરમાં ઉંચી ઇમારતોની સંખ્યા વધી રહી છે.
તેથી લિફટને વર્ટિકલ ટ્રાન્સપોર્ટેશનનાં એક વિકલ્પ તરીકે ઓળખવો જરૂરી છે. ઓપરેટરે પેસેન્જરને એક ફલોરથી બીજા ફલોર સુધી લઇ જવા અને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટેની વધારાની જવાબદારી લેવી જોઇએ.
૨૦ માર્ચ, ૨૦૨૩નાં રોજ ૪૬ વર્ષીય વિપિન હાંડા દિલ્હીનાં લોધી રોડ પર રો ઓફિસમાં બેઠક સમાપ્ત કરી ૧૨ અન્ય અધિકારીઓ સાથે લિફટમાં હતાં ત્યારે લિફટ સાતમા અને છઠ્ઠા માળની વચ્ચે રોકાઇ ગઇ હતી. હાંડા અગાઉ એક વ્યકિતને બચાવી લેવામાં આવ્યો હતો. જ્યારે બાકીના લોકો છઠ્ઠા માળે લિફટ રોકાવા પર બહાર નીકળી ગયા હતાં. જ્યારે હાંડાને બચાવવામાં આવી રહ્યાં હતાં ત્યારે કોઈએ ૧૧માં માળે જઈને લિફટનાં બ્રેક રિલિઝ કરી દીધા હતાં. જેના કારણે લિફટ નીચે જતી રહી હતી
(10:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
